• Gujarati News
  • National
  • જીએસટીમાં વિસંગતતા સામે ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા વિરોધ

જીએસટીમાં વિસંગતતા સામે ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા વિરોધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

સરકાર દ્વારા જીએસટીના અમલ બાદ તેમાં થતી તકલીફ અંગે યોગ્ય ઉકેલ નહીં લાવવા તેમજ વેપારીઓ ઉપર પેનલ્ટી લગાવી પૈસા ઉઘરાવવા અંગે શહેરના ટેક્સ કન્સલ્ટન્ટ ફર્મ ‘બિઝનેસ નીતિ‘ દ્વારા વિરોધ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તેમણે ટેક્સ બાર એસો. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસો.ને તેમની સાથે જોડાવા આવાહન કર્યું છે. આગામી 7મીએ જીએસટી કમિશનરને આવેદન પત્ર આપી ઉગ્ર લડત ચાલુ કરવામાં આવશે.

‘બિઝનેસ નીતિ ’ફર્મના આશિષ મહેતા દ્વારા પત્રકાર પરિષદમાં આપેલી માહિતી મુજબ સરકાર દ્વારા જીએસટીનાં રિટર્ન ફાઇલ કરવામાં પડતી મુશ્કેલી અંગે કોઇ માર્ગદર્શન આપનાર નથી. સરકારની નીતિને કારણે લેટ થતા વેપારીઓને પેનલ્ટી ભરવી પડે છે સરકાર દ્વારા એકત્ર થયેલા જીએસટીમાં 35 ટકા પેનલ્ટીની રકમ છે. સરકાર વેચાણ પરત માલની જીએસટી પરત આપતી નથી તેમજ 20 લાખથી નીચેના વેપારીઓને પણ આડકતરી રીતે જીએસટી નંબર લેવેા પડે છે . આ સહિતની અન્ય મુશ્કેલીઓ નિવારવા વડોદરા રેન્જના જીએસટી કમિશનરને અંદાજે 300 જેટલા ટેક્સ કન્સલ્ટન્ટની મદદથી 7મી માર્ચે આવેદન પત્ર આપીશું. તેમજ આગામી સમયમાં તમામ સંગઠનો સાથે આંદોલન શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...