તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 8મી માર્ચથી પ્રારંભ : ધો.10 12ના 83,799 છાત્રો બોર્ડ પરીક્ષા આપશે

8મી માર્ચથી પ્રારંભ : ધો.10-12ના 83,799 છાત્રો બોર્ડ પરીક્ષા આપશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 8મી માર્ચથી શરૂ થતી ધો.10-12ની બોર્ડ પરીક્ષામાં વડોદરા શહેર-જિલ્લાના કુલ 261 પરીક્ષા કેન્દ્રો પરથી ધો.10-12ના કુલ 83799 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 8મી માર્ચથી શરૂ થતી બોર્ડ પરીક્ષા માટેની બેઠક વ્યવસ્થા વિદ્યાર્થીઓ 7મી માર્ચના રોજ સવારે 11 થી 4 દરમિયાન નિહાળી શકશે.

ધો.10-12ની 8મી માર્ચથી શરૂ થતી બોર્ડ પરીક્ષામાં ધો.10ના કુલ 165 પરીક્ષા કેન્દ્રો પરથી 56502 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 165 પરીક્ષા કેન્દ્રો પૈકી 143 પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી આવરી લેવાયા છે. જ્યારે 22 પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી હોવાથી ત્યાં ટેબ્લેટ મૂકાશે. એજ રીતે ધો.12 સામાન્ય પ્રવાહમાં 60 પરીક્ષા કેન્દ્રો પરથી 19823 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 36 પરીક્ષા કેન્દ્રો પરથી 7474 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 8મીથી શરૂ થતી પરીક્ષાઓ 22મી માર્ચ સુધી ચાલશે. પરીક્ષાના સંદર્ભે કોઇ મુશ્કેલીઓ હોય તો વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના ફોન નંબર 0265-2461703 પર સંપર્ક કરી શકશે. ઉપરાંત 8મી શરૂ થતી બોર્ડ પરીક્ષાના સંદર્ભમાં વિદ્યાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા નિહાળી શકે તે માટે 7મી માર્ચના રોજ શિવરાત્રીના દિવસે સવારે 11 થી 4 દરમિયાન પોતાના નંબરો નિહાળી શકશે. વિદ્યાર્થીઓ નોટીસ બોર્ડ પર પોતાના નંબરો નિહાળી શકશે.

અન્ય સમાચારો પણ છે...