તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 70 એેકર જમીનમાં પથરાયેલ બગીચાની કાયાપલટ કરવાનો પ્લાન તૈયાર કરાયો

70 એેકર જમીનમાં પથરાયેલ બગીચાની કાયાપલટ કરવાનો પ્લાન તૈયાર કરાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવે આજવા ગાર્ડન રમણીય સ્થળ બનશે

આજવાગાર્ડનને ટુરિસ્ટ સ્થળ તરીકે વધુ સારી રીતે વિકસાવવા માટે રાજય સરકારે પહેલ કરી છે અને તેના માટે પ્લાન પણ તૈયાર કરાવ્યો છે.

સંસ્કારી નગરી વડોદરાની આગવી ઓળખમાં આજવા ગાર્ડનનુ અનેરુ મહાત્મય છે. મૈસુરના વૃંદાવન ગાર્ડનની પ્રતિકૃતિ આજવામાં ઉભી કરવામાં આવી હતી. આજવા ખાતે આજવા જળાશયના પ્રાંગણમાં 70 એકર જમીનમાં આજવા ગાર્ડન બનાવાયો હતો. ચાર દાયકા અગાઉ બનાવાયેલ આજવા ગાર્ડનને વધુ રમણીય સ્થળ તરીકે વિકસાવવા માટે રાજય સરકારે બીડુ ઝડપ્યુ છે અને સહેલાણીઓમાં આકર્ષણ વધે તે માટેના નક્કર પગલા પણ લેવાનુ આયોજન હાથ ધર્યુ છે.

આજવા ખાતે વર્ષે 5 લાખથી વધુ સહેલાણીઓ મુલાકાત લઇ રહ્યા છે અને ત્યાં ડાન્સીંગ ફુવારા આકર્ષણનુ મુખ્ય કેન્દ્ર છે. સ્થિતિમાં, આજવા ગાર્ડનમા થીમ પાર્ક અને અેન્ટરટેઇનમેન્ટ ઝોન એમ બે ભાગ પાડવાનુ અાયોજન રાજય સરકારે હાથ પર લીધુ છે. પીપીપી મોડેલથી આજવા ગાર્ડનને ડેવલપ કરવાની દિશામાં રાજય સરકારે કવાયત આદરી છે અને તેના માટે ઓફર પણ મંગાવી છે. ઇકો ટુરિઝમને પ્રમોટ કરવા માટે રાજય સરકારે 70 એકરમાં આજવા ગાર્ડનને વધુ રમણીય બનાવવા માટે આયોજન હાથ પર લઇ લીધુ છે. અાજવા ગાર્ડનમાં ફુવારા,બાળકો માટે રમતગમતના સાધનો, રાઇડસ, લેસર શો સહિતના આકર્ષણના કેન્દ્રો ઉભા કરાશે.

એજન્સી કેવી હોવી જોઇએ ?

}સોફટસ્કેપ,ઇરીગેશન,લેન્ડસ્કેપ ફીનીશીંગ,ફુવારા,ગેમીંગ ઝોન, રાઇડસનો 5 માં ~55 કરોડની કામગીરી કરવાનો અનુભવ ધરાવતા હોવા જોઇએ

} થીમ પાર્ક બનાવાનો અનુભવ ધરાવતા જોઇએ

ભૂલભૂલામણી

ચિલ્ડ્રન પ્લે અેરિયા

સહેલાણીઓમાં આકર્ષણ જમાવવા માટે ભૂલભૂલામણી સાથે શિલ્પકલા મૂકાશે

બાળકો છુટથી રમી શકે તે માટે ખાસઅલાયદો એરિયા રાખવામાં આવશે

સેન્ટર ગાર્ડન:

હાલનાગાર્ડનને અપગ્રેડ કરી એમ્ફી થિયેયટર બનાવવામાં આવશે

વૃંદાવન ગાર્ડન

મૂળસ્વરૂપ આપવાનો પ્રયાસ કરાશે અને ફુવારાને વધુ આકર્ષિત કરવામાં આવશે

કેટેગરી B

રાઇડસ

કેટેગરી C

કેટેગરી A

10 થી 12 રાઇડસ,હેલિકોપ્ટર હાઇટસ,બમ્પર કાર,ટોપ સ્પીન

10 થી 12 રાઇડસ, 5ડી થિયેટર, જંગલ સફારી ટ્રેન, રોપ કોર્સ

સાત થી આઠ એડવેન્ચેરસ રાઉડસ,ગેમ્સ,સ્ટંટ શો, જુરાસિક પાર્ક ટ્રેન,રોલ કોસ્ટર,ગો કાર્ટિગ

ગ્રીડ

દર્શનીય

એન્ટ્રી પેવેલિયન

પાર્કિગ એરિયા

મલ્ટીમિડીયા લેસર શૉ

1000 સહેલાણીઓ બેસી શકે તેવી વ્યવસ્થા સાથે મલ્ટી મિડીયા લેસર શોનુ અાયોજન.

પાણી, વીજળી, સીસી ટીવી કેમેરા, માઇક્રો ઇરીગેશન સિસ્ટમ

સહિતની સુવિધા માટે

ગ્રીડ વિકસાવાશે.

દિવાલનુ મજબુતીકરણ કરીને એને ત્યાં સહેલાણીઓ બેસી શકે, અારામ ફરમાવી શકે તેવી વ્યવસ્થા કરાશે.

રચનાત્મક એન્ટ્રી પેવેલિયનમાં અવરજવર માટે ઇલેક્ટ્રીક કાર સહિત સુવિધા હશે.

લઘુત્તમ 500 કાર, 200 મોટરસાઇકલ

10-15 બસ પાર્ક કરી શકાય તેવી વ્યવસ્થા કરાશે.

તૈયાર કરાયેલો બગીચો.

70 એકરમાં

લાખથી વધુ સહેલાણીઅો દર વર્ષે મુલાકાત લેતા હોય છે.

5

ઓફર મંગાવવાની કાર્યવાહી

^ કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે વિશ્વભરના પ્રવાસીઓનો ધસારો થશે. જેને ધ્યાનમાં રાખી રાજય સરકારે ઇકો ટુરિઝમ સર્કિટ ઉભી કરવાનુ આયોજન કર્યુ છે અને તેના ભાગરૂપે આજવા ગાર્ડનને વિકસાવવા માટે પ્લાન તૈયાર કર્યો છે અને તેના માટે ઓફર મંગાવી છે. > સૌરભપટેલ, નાણામંત્રી

ટોઇલેટ બોકસ, ફર્નિચર,ફુડ કાઉન્ટર, વેસ્ટ મેનેજમેન્ટની સુવિધા હશે

ઇન્ફ્રાસ્ટ્રકર

અગાઉ આજવા ખાતે બચીગો બનાવાયો હતો

4 દાયકા

અન્ય સમાચારો પણ છે...