તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાના બદલે અવાજ ઉઠાવનાર CAO અોઝાને VC હટાવી દીધા

ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાના બદલે અવાજ ઉઠાવનાર CAO અોઝાને VC હટાવી દીધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીનાઝેરોક્ષ કાૈભાંડમાં 14 લાખનો ભ્રષ્ટાચાર થયાનો ખુલ્લેઆમ આક્ષેપ કરનાર સીએઓ ઉમેશ ઓઝાને યુનિ.માંથી ફરજમુક્ત કરવાના વીસી ને 12 સિન્ડિકેટ સભ્યો નિર્ણયનો તાત્કાલિક અમલ કરવા માટે યુનિ.નાં રજિસ્ટ્રાર ડૉ.નિરજા જયસ્વાલ દોડી ગયાં હતાં. સીએઓની ઓફિસ પાસે પહોંચીને યુનિવર્સિટીનાં રજિસ્ટ્રાર ડૉ.નિરજા જયસ્વાલે યુનિ.ના કર્મચારીઓને સૂચના આપીને ઉમેશ ઓઝાની ઓફિસ તથા એકાઉન્ટ્સ વિભાગની ઓફિસને સીલ મરાવ્યું હતું.

સીએઓ ઉમેશ ઓઝાની ઓફિસને સીલ મરાવ્યા બાદ યુનિ.નાં વીસી-રજિસ્ટ્રારે એકાઉન્ટ્સ વિભાગના કર્મચારી સામે બેઠક યોજીને તેમના આદેશ વગર એકપણ કાગળની માહિતી બહાર જવા દેવા માટે આદેશો આપ્યા હતા.

1. ડૉ.અશોક મહેતા

2. અશ્વિન ચોક્સી

3. ડૉ. રંજન ઐય્યર

4. શ્રીમતી તેજલ અમીન

5. મુકુંદ શાહ (અમેરિકા)

1. જીગર ઇનામદાર

2. ડૉ.કમલ શાહ

3. સત્યકાંત શાસ્ત્રી

4. ડૉ.ઉમા ઐય્યર

5. હેમલ મહેતા

6. જીજ્ઞેશ સોની

7. સત્યેન કુલાબકર

8. ડૉ.મગન પરમાર

9. બિજોયસિંહ રાઠોડ

10. ડૉ.હેમત માથુર

11. મિનેશ શાહ

12. ડૉ.રાજેશ કેલકર (કો-ઓર્ડીનેટર)

અોઝાનો અંગત સ્વાર્થ છે, અમે સરકારને જાણ કરી છે

સત્તાધીશોઅે નીચતાની હદ વટાવી પુરાવાના નાશનું કાવતરંુ

^આજે એક દૈનિક અખબારમાં રજિસ્ટ્રાર સામે પોલીસ કાર્યવાહી કરવાની વાત ઘણી ગંભીર હતી. તેમનું નિવેદન વાંચીને સિન્ડિકેટ સભ્યો મારી ઓફિસમાં આવ્યા હતા અને તે પછી તેમની સાથે ચર્ચા કરીને સીએઓ ઉમેશ ઓઝાને ફરજમુક્ત કર્યા છે. ઉમેશ ઓઝાએ અમારી સામે સત્યથી વેગળા આક્ષેપ કર્યા છે. તેઓ અંગત સ્વાર્થ સાધવા માટે આવું કરી રહ્યા હતા. તેઓ યુનિ.ના હુકમનો અનાદર કરીને મીડિયા સમક્ષ બેજવાબદાર નિવેદનો આપતાં કાર્યવાહી કરાઇ છે. જે સંદર્ભે અમે સરકારને પણ જાણ કરી છે.

^યુનિ.ના સત્તાધીશો નીચતાની હદ વટાવી ગયા છે. છેલ્લી પાટલીએ આવી ગયા છે, રાજકારણીઓને પણ શરમાવે તેવું કૃત્ય કર્યું છે. પુરાવાનો નાશ કરવા માટેનું કાવતરું છે. અત્યાર સુધી બધાને દબાવતાં આવ્યાં છે. મને પણ લોભ-પ્રલોભનો આપ્યાં હતાં. હું તાબે થયો નથી. એક સપ્તાહ પહેલાં મેં વીસીને જો તમે કૌભાંડ સંદર્ભે કોઇ કાર્યવાહી નહીં કરો તો હું કાર્યવાહી કરીશ તેવું કહ્યું હતું. મને સિન્ડિકેટના એકપણ સભ્યે સંપર્ક કર્યો નથી. તેમનું પગલું ગેરબંધારણીય ને બિનલોકશાહીભર્યું પગલું છે.

ઉઘાડે છોગ ભ્રષ્ટાચાર કરનારાઅોને છાવરવા માટે યુનિવર્સિટી સત્તાધીશોઅે તમામ મર્યાદા નેવે મૂકી

}ગેરહાજર રહેલ સભ્ય

CAO હટાવવા મળેલી ખાસ બેઠકમાં કયાં સિન્ડીકેટ સભ્યો હાજર રહ્યા અને કયા ગેરહાજર રહ્યાં તેની યાદીω

જે રજિસ્ટ્રાર સામે ભ્રષ્ટાચાર અંગે પોલીસ ફરિયાદ થવાની હતી તેમણે CAO ઉમેશ ઓઝાની ઓફિસને સીલ મારી દીધું

CAOને હટાવવા અા લોકોનું સમર્થન

યુનિવર્સિટી રોજ ભ્રષ્ટાચારની નવી ‘ઝેરોક્ષ’ કાઢી રહી છે અને સરકાર કોરુંકટ્ટ માૈન રાખી તમાશો જોઈ રહી છે

રોજની 10,370 ઝેરોક્ષ કાઢવાના કાૈભાંડમાં નિષ્પક્ષ તપાસ કરવાને બદલે િસન્ડિકેટ સભ્યોઅે છાવરવાનો ખેલ શરૂ કર્યો

}હાજર રહેલ સભ્ય

અન્ય સમાચારો પણ છે...