• Gujarati News
  • National
  • આજે ઘાયલ અને મરીઝ શતાબ્દી મુશાયરો યોજાશે

આજે ઘાયલ અને મરીઝ શતાબ્દી મુશાયરો યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતીકવિતાનાબે મહાન સર્જક અમૃત ઘાયલ\\\' અને મરીઝ\\\'ના શતાબ્દી વર્ષ નિમિત્તે સંસ્કારી નગરી વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે શનિવાર, 18 જૂન 2016ના રોજ સાંજે 8:30 વાગ્યે એક ભવ્ય ગઝલોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ગઝલોત્સવમાં શોભિત દેસાઈ દ્વારા સંપાદિત ઘાયલ ના ગઝલશતક ‘બા અદબ! બા મુલાહિજા! હોશિયાર!\\\' (ઉદ્દઘાટર્ન: ભરત ડાંગર, મેયર, વડોદરા) અને મરીઝના ગઝલશતક ‘સમજદાર પણ ગયો\\\' (ઉદ્દઘાટર્ન: યોગેશ ગઢવી, ચેરમેન, ગુજરાત રાજ્ય સંગીત નાટક એકાદમી)ના અનાવરણ બાદના મુશાયરામાં વડોદરાના સર્વ ખલિલ ધનતેજવી, રશીદ મીર, નિરવ વ્યાસ, ભરત ભટ્ટ પવન\\\', સુરતના ગૌરાંગ ઠાકર અને મુંબઈના શોભિત દેસાઈ (સારથી) રસપાન શ્રોતાઓને કરાવશે. ગઝલોત્સવમાં ઈન્ટરવલ પહેલાનાં દોરમાં પ્રત્યેક શાયર ઘાયલની પંક્તિ ઉપરથી રચેલી પોતાની અંજલિગઝલ અન્ય ગઝલો સાથે રજૂ કરવામાં આવશે. કાર્યક્રમમાં શહેરના સાહિત્યરસિકો પણ કેટલીક રચનાઓ રજૂ કરીને ઘાયલ મરીઝને યાદ કરશે. કાર્યક્રમમાં ગાંધી નગરગૃહ ખાતે યોજાશે.
અન્ય સમાચારો પણ છે...