• Gujarati News
  • National
  • બિઝી લાઇફથી થાકીને વિકેન્ડ ગેટવે માણવાનો ટ્રેન્ડ

બિઝી લાઇફથી થાકીને વિકેન્ડ ગેટવે માણવાનો ટ્રેન્ડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેક્ટીક જીવન શૈલીથી કંટાળીને તાજગી મેળવવા માટે મોલ્સની મુલાકાત અથવા તો કેફેની ગપશપ સિવાય વડોદરામાં અન્ય કોઇ હેપનીંગ સ્થળો નથી અને ટેગ વડોદરા પર હંમેશા લગાડવામાં આવે છે. વડોદરાના લોકોએ સમસ્યાનું સમાધાન શોધી લીધું છે અને તેનું નામ આપ્યું છે વિકેન્ડ ગેટવે અને યૂથ સીધી રીતે ટ્રેન્ડ સાથે જોડાઇ ગયુ છે. વિકેન્ડ ગેટવેએ ફ્રેન્ડસ અને ફેમીલી સાથેની બે દિવસની શોર્ટ ટ્રીપ છે. જે મોટા ભાગે મુંબઇ સુધીની હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી પરેન્ટ્સ પણ ઘણા લિબરલ થઇ રહ્યાં છે અને તે પોતાના દિકરા દિકરી�\\\"ને ફ્રેન્ડ્સના ગૃપ્સ સાથે બહાર ફરવા જવા માટેની પરમીશન્સ આપે છે. ટીકીટ અને રહેવાની �\\\"નલાઇન બુકીંગની વ્યવસ્થાના કારણે યંગસ્ટર્સ ઘણી વખત પ્રકારની વિકેન્ડ ગેટવે ટ્રીપ માણતા હોય છે. વિકેન્ડ ગેટવે ટ્રીપનો ટ્રેન્ડ પોપ્યુલર થવાનું એક કારણ પણ છે કે વડોદરામાં હેપનીંગ સ્થળો અને નાઇટ લાઇફનો અભાવ છે. જેના લીધે લોકો જલ્દીથી બોરીંગ થઇ જાય છે.

વિકેન્ડ ગેટવે ફૂડ, કલ્ચર, એટ્રેક્શન અને જુદા જુદા શહેરોના લોકોને જાણવાની તક પણ પુરી પાડે છે. એક કહેવત પણ છે કે તમે જીવનમાં જેટલો પ્રવાસ કરશો તેટલા તમે સમજદાર થશો. વિકેન્ડ ગેટવેના ટ્રેન્ડમાં કેટલાક સ્થળો પણ એવા છે. જ્યા મોટા ભાગે શહેરના યંગસ્ટર્સ અને ફેમિલી ટ્રીપ્સ માટે જાય છે. વડોદરાવાસી� \\\"અમદાવાદથી લઇને દમણ, મુંબઇ, પૂણે, લોનાવલા અને આસાપાસના કેટલાક રિસોર્ટ્સમાં વિકેન્ડ ગેટવે માટે જાય છે. એક બીજાને જાણે છે અને આવી રીતે ઘણા લોકોના રિલેશન્સ અને બોન્ડીંગ પણ એક બીજાની સાથે પ્રવાસો કરવાથી મજબુત થાય છે.

સિટી ટ્રેન્ડ

{ સૌમીલ જોષી

સોશિયલમીડિયા પ્રોફેશનલ

ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથેની બે દિવસની શોર્ટ ટ્રિપ છે

અન્ય સમાચારો પણ છે...