• Gujarati News
  • National
  • ડીઇઓનો ચાર્જ નહિ અપાતાં તંત્ર રામભરોસે

ડીઇઓનો ચાર્જ નહિ અપાતાં તંત્ર રામભરોસે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાજિલ્લા શિક્ષણાધિકારી એમ.એલ.રત્નુ ગત 31મી ઓગસ્ટના રોજ નિવૃત્ત થયા બાદ હજુ સુધી નવા ડીઇઓ કે ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી નથી. ડીઇઓની ગેરહાજરીમાં ઓએસડીને તમામ ચાર્જ આપી દેવામાં આવ્યો છે. 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન છે અને અનેક સરકારી કાર્યક્રમો રાખવામાં આવ્યા છે તેવા સમયે ડીઇઓનાે હંગામી કાર્યભાર પણ કોઇને આપવામાં આવ્યો નથી. વડોદરા જિલ્લાના શિક્ષણાધિકારી એમ.એસ.રત્નુ રિટાર્યડ થયા બાદ ચાર દિવસ પછી પણ કોઇને ચાર્જ આપવામાં આવ્યો નથી જેના પગલે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો વહીવટ હાલમાં રામભરોસે ચાલી રહ્યો છે. મોટા ભાગે જિલ્લા શિક્ષણાધિકારી જેવી કી પોસ્ટ પર નિવૃત્ત થયા બાદ તાત્કાલિક કોઇ પણ અધિકારીને ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરી દેવામાં આવતી હોય છે પરંતુ હજુ સુધી નિમણૂક કરાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...