તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાલિકાના પાણી પુરવઠાના સ્ટાફની અછતનું પરિણામ

પાલિકાના પાણી પુરવઠાના સ્ટાફની અછતનું પરિણામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંચ વર્ષમાં તમામ ટાંકીઓનું સંચાલન પાલિકા નહી કરી શકે

પાલિકાનાપાણી પુરવઠા વિભાગના સ્ટાફની અછતના પરિણામે આગામી પાંચ વર્ષમાં તમામ પાણીની ટાંકીનું સંચાલન પાલિકા કરી શકશે નહીં અને તેના કારણે આડકતરી રીતે તેનું ખાનગીકરણ કરવાની દિશામાં તંત્રને આગળ ધપવું પડશે.

અત્રે નોંધનીય છે કે, પાલિકાના સ્ટ્રીટલાઇટ વિભાગમાં 60 ટકાથી વધુ સ્ટાફની કમી હોવાથી ત્રણ ઝોનમાં સ્ટ્રીટલાઇટના નિભાવણીની કામગીરી કોન્ટ્રાકટરના શિરે છે. આવી સ્થિતિ હવે પાણી પુરવઠા વિભાગમાં થઇ રહી છે.શહેરમાં પાણીની ટાંકીઓમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે અને બીજી તરફ સ્ટાફની અછત વર્તાઇ રહી છે. કોન્ટ્રાકટ આધારિત કર્મચારીઓની ભરતીની પ્રક્રિયા કરવામાં આવતાં પાલિકા પણ તોતિંગ પગાર ચૂકવણાથી જોજન દૂર રહેવાનું મુનાસિબ માની રહી છે.

સંજોગોમાં, પાણીની ટાંકીઓના પંપિંગ મશીનરી,તમામ ઇક્વિપમેન્ટ્સનું ઓપરેશન-મેન્ટેનન્સ અને ડિસ્ટ્રિબ્યુશન ઝોન મુજબ વાલ્વ જંકશન સંચાલન કરવાની કામગીરીનો ઇજારો આપવાની દિશામાં પાલિકાએ પહેલ કરી દીધી છે.જેના ભાગરૂપે, માંજલપુર, હરિનગર, સુભાનપુરા, કલાલી ટાંકીના એન્ડ એમ માટે ઇજારો આપવા માટે ટેન્ડર મંગાવ્યાં છે અને તેમાં 45 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

ચાર ટાંકીના એન્ડ એમને સફળતા મળ્યા બાદ તબક્કાવાર રીતે બાકીની ટાંકીઓને પણ આવરી લેવામાં આવશે. પાણી પુરવઠા વિભાગમાં સ્ટાફની અછત હોવાથી રીતે કામગીરી કરાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...