• Gujarati News
  • National
  • હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ કુણાલ કહાર ઝડપાયો

હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ કુણાલ કહાર ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિશનવાડીમાંનજીવા ઝઘડામાં તલવારથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનાર આરોપી સાડા ત્રણ મહિના બાદ એસઓજીના હાથે વારસિયા રોડ પરથી ઝડપાયો હતો.

કિશનવાડીમાં હત્યાના પ્રયાસ અને એટ્રોસિટીના ગુનામાં ફરાર કુણાલ રમણ કહાર ( રહે. શીતળામાતાના મહોલ્લા પાસે, વારસિયા રોડ) તેના ઘરની નજીક ઉભો હોવાની બાતમી મળતાં એસઓજીની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. પૂછતાછમાં સાડા ત્રણ મહિનાથી વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું. ગત 18 ડિસેમ્બર 2016ના રોજ રાત્રે 11 વાગ્યાના સુમારે કિશનવાડી મેઇન રોડ જાગૃતિ મહોલ્લાના નાકા સામે ઉભેલા અશ્વિન રમણ પરમાર પર કુણાલ રમણ કહાર અને સૂરજ રમણ કહારે ભેગા મળી તલવાર જેવા મારક હથિયારોથી હુમલો કરતા ઇજા પહોંચી હતી. પોલીસે સુરજ કહારની ધરપકડ કરી હતી જ્યારે કુણાલ કહાર નાસતો ફરતો હતો. એસઓજીની ટીમે તેની ધરપકડ કરી બાપોદ પોલીસને સોપ્યો હતો.

સાડા ત્રણ મહિનાથી ફરાર આરોપી વારસિયા રોડ

કિશનવાડીમાં નજીવી તકરારમાં તલવાના ઘા માર્યા હતા

અન્ય સમાચારો પણ છે...