• Gujarati News
  • National
  • કોમેડી સિરીયલને સૌથી વધુ TRP ગુજરાતમાંથી મળે છે

કોમેડી સિરીયલને સૌથી વધુ TRP ગુજરાતમાંથી મળે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાના કલાપારખું દર્શકોથી ટેલિવુડની અિભનેત્રી નેહા પ્રભાવિત

મેં ઘણી વખત જોયું છે, જ્યારે ટીવી સીરિયલના ટીઆરપીની ગણતરી થતી હોય છે ત્યારે સૌથી વધુ ટીઆરપી ગુજરાત રાજ્ય માંથી આવે છે. તેમાં પણ વડોદરા અગ્રેસર હોય છે. વડોદરાંના લોકો એન્ટટેઇમેન્ટને વધુ પસંદ કરે છે. તેથી આજે ગુડી પાડવાના દિવસે હું મારી કલાને પ્રદર્શિત કરવા આવી છું. તેમ મૂળ મરાઠી અને હિન્દી સિરીયલ્યના અભિનેત્રી નેહા પેન્ડસેએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, હું ફ્યુચર ક્યારેય પ્લાન કરતી નથી, જ્યારે તમે મનોરંજન ક્ષેત્રમાં કામ કરતા હોવ તો ત્યાં ફ્યુચર ચોક્ક્સ એક દિશામાં નથી જતું. સમય પ્રમાણે પ્રેક્ષકોની ચોઇસ બદલાય છે. કોમેડી તમારા બોડી લેન્ગવેજમાંથી નથી ઉદભવતી, દરેક શોમાં રાઇટર અને ડાયરેક્ટરનો ઘણો મોટો ફાળો હોય છે. અમે સતત પોતાના કેરેક્ટરમાં કંઇ ઇનોવેશન કરવાનો પ્રયાસ કરી છીએ, હું હાન જે હિન્દી સિરીયલમાં કામ કરું છું તેમાં મારુ પાત્ર ઘણું ગ્લેમરસ દેખાવડી છોકરીનું છે. જ્યારે હું રિયલ લાઇફમાં ગ્લેમરને પસંદ નથી કરતી. તેથી તે પાત્ર ચેલેન્જિંગ છે.

અભિનેત્રી નેહા પેન્ડસેનું ગુડી પાડવા નિમિત્તે ડાન્સ પફોર્મન્સ

અન્ય સમાચારો પણ છે...