તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રખડતી ગાયોના મુદ્દે વિપક્ષે શાસકોને શિંગડે ભેરવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રખડતી ગાયોના મુદ્દે વિપક્ષે શાસકોને શિંગડે ભેરવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મૃતકની દીકરીને આયરે સભામાં લાવ્યા

ગોપાલકો સામે પાસા, મેયરને અભિનંદન

શહેરમાંરસ્તા પર રખડતી ગાયોના ત્રાસને કારણે વિતેલા સપ્તાહમાં બે વ્યક્તિનાં મોત થયાં હતાં. ઘટનાને મુદ્દે વિપક્ષ કોંગ્રેસ તેમજ આર.એસ.પી.ના કોર્પોરેટર્સે અસરકારક કામગીરી કરવાની માગણી સાથે સોમવારે મળેલી વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય સભા ગજવી હતી.

વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે શહેરમાં રખડતી ગાયોના ત્રાસથી શહેરી જનો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાનું ટાંકી હતી. વિપક્ષી નેતાએ કહ્યું હતું કે, શહેરમાં જ્યાં જુઓ ત્યાં રખડતી ગાયો નજરે પડે છે. ગાજરાવાડીમાં ગાયોનાં ટોળાંથી એટલી હદે ગંદકી ફેલાય છે કે, રોડ દેખાતો નથી. રોડ પર ગંદકી અને છાણ નજરે પડે છે. મારકણી ગાયોને કારણે વાહનચાલકો-રાહદારીઓ ઇજાગ્રસ્ત થઇ રહ્યા છે. તેમણે પૂછ્યું હતું કે, મહાનગર પાલિકા તંત્ર મૂંગાં પ્રાણીઓ માટે શું કરવા માંગે છે તેનું આયોજન કરી દિશામાં નક્કર કાર્યવાહી કરવાની માગણી કરી હતી. ચિરાગ ઝવેરીએ શહેરમાં રખડતી ગાયોના ત્રાસના મુદ્દે મુખ્યમંત્રી દ્વારા મ્યુ.કમિશનર સાથે વાત કરવાની અપાયેલી ખાતરી તંત્ર માટે શરમજનક લેખાવી હતી.

કોર્પોરેટર રાજેશ આયરે, પૂર્ણિમા આયરે, હેમલતાબહેન ગોર અને વિરેન રામીએ ચાલુ સભામાં વડોદરાને ઢોર મુક્ત કરો, વડોદરાને રોગ મુક્ત કરોનાં પ્લેકાર્ડ પ્રદર્શિત કરી વિરોધ દર્શાવ્યો હતો. રાજેશ આયરેએ જણાવ્યું હતું કે, ગૌચરની જમીનો ખાનારા લોકો સામે પાસાનું શસ્ત્ર ઉગામવું જોઇએ.

ગયા અઠવાડિયે ગાયનું શિંગડું છાતીમાં ખૂંપી જવાથી યુવક સોહમ ઠાકોરનું મૃત્યું થયું હતું. યુવકની 4 વર્ષની દીકરી સોનાક્ષીને સભામાં લાવી તેઓનેે પૂછનાર આજે કોઇ નથી તેમ કોર્પોરેટર રાજેશ આયરેએ જણાવ્યું હતું. જેથી મેયર ભરત ડાંગરે દીકરીનો રાજકીય લાભ ખાટવા ઉપયોગ નહીં કરવા કહ્યું હતું. શૈલેષ મહેતાએ સભામાં રીતે નાની બાળકીને લાવી રજૂ કરવી યોગ્ય નથી તેમ ટાંકી નારાજગી વ્યક્ત કરી હતી.

શહેરમાં રસ્તે રખડતી ગાયો પકડવામાં અાડખીલીરૂપ બનતા માથાભારે ગોપાલકો સામે પોલીસ કાર્યવાહી થઇ રહી છે. જે અંતર્ગત 4 ગોપાલકો સામે પાસા કરવાની કાર્યવાહીને શાસક ભાજપના કોર્પોરેટરે પ્રશંસનીય લેખાવી હતી. કોર્પોરેટર શૈલેષ મહેતાએ માટે મેયર ભરત ડાંગરને અભિનંદન આપ્યા હતા. અને કાર્યવાહી સતત ચાલતી રહે તેવી હળવી ટકોર પણ કરી હતી.

શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. ટીપી-13 ખાતે રસ્તા પર ઢોર આવી જવાના કારણેે પોલીસની ગાડી પણ અટવાઈ ગઈ હતી.

રસ્તા પર રખડતી ગાયોના ત્રાસને કારણે બે વ્યક્તિઓનાં મોત થતાં સેવાસદનની સભામાં વિપક્ષના કોર્પોરેટરોઓ હોબાળો મચાવ્યો હતો.

સેવાસદનની સભામાં વિપક્ષે શહેરમાં જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોર પજવતા હોવાનો અને ભોગ લેતા હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો