તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેજ-1નું અનુસંધાન...

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જયશ્રીપટેલ, મહેસાણા કહે છે કે “આ યોજના વીશે લોકોને જાણકારી આપી હતી પણ મે યોજનામાં રોકાણ કર્યું નથી,મારા પાસે યોજનામાં રોકાણ કરવાનું કોઇ કારણ નથી”. મોહન કુંડલીયા, રાજકોટ કહે છે મે રોકાણ કરવા ર્ફોમ પણ ભરી લીધુ છે, મારી પત્ની ને સોનાની અવી કોઇ ચિંતા છે નહિં, નરેન્દ્ર ભઇની યોજના છે એટલે આપણે તો સોનાનું રોકાણ કરીશું જ.’ રંજન ભટ્ટ્ અને ભારતી શ્યાળ, વડોદરા અને ભાવનગર જેમના પાસે 0.64 અને 0.23 kg સોનું છે, તેઓ બન્નેનું એક સરખુ કહેવુ હતુ કે તેઓ પાસે લોકરમાં મુકી શકાય તેટલું પણ સોનું નથી જો તેઓ પાસે હોત તો તેઓ ચોક્કસ યોજનામાં રોકાણ કરતા. લોન્ચ વખતે એવુ માનવામાં આવી રહ્યું હતુ કે જી.એમ.એસ દ્વારા સોનાને ભારતાનું એક ઉત્પાદક એસેટ તરીકે બદલી દેવામાં આવશે પણ સરકારની ઇચ્છાઓ પર પાણી ફરી વળ્યું છે. જી.એમ.એસ સ્કિમ ભારતમાં બહુ ચાલી નહિં.

સ્કિમમાં તમે ઓછામા ઓછું 30 ગ્રામ જેટલું સોનું મુકી શકો છો અને તમારા બેંકના લોકરમાં પડેલા સોના પર વ્યાજ કમાઇ શકો છો. સોનું સુધ્ધતાનાી ટેસ્ટમાંથી પસાર થાય ત્યાર પછી બેન્ક દ્વારા લેવામાં આવે છે. હાલ ગુજરાતમાં સી.પી.ટી.સી (કલેકશ્ન અને પયોરીટી ટેસ્ટીંગ સેન્ટર)ના 5 સેન્ટર આવેલા છે. જેમાંથી 2 અમદાવાદમાં અને બાકી વડોદરા, સુરત અને રાજકોટમાં છે. તમે તમારા સોનાને શોર્ટ ટર્મ(1-3 વર્ષ), મીડ ટર્મ(5-7 વર્ષ) કે લોન્ગ ટર્મ(12-15 વર્ષ) માટે રાખી શકો છો. જેના પર તમને વાર્ષિક 1.875 ટકા, 2 ટકા, 2.25 ટકા જેટલો વ્યાજ મલી શકે. ટર્મ પતવા પછી તમને તમારું સોનું પૈસા કે સિક્કા કે બાર રુપી મડશે. પણ તે તેમને પાછુ જ્વેલરીના આકારમાં નહિં મળે.

પબ્લીકનાક્વોટ્સ : નીયતાવ્યાસ એકાઉન્ટન્ટ કહે છે કે “યોજના તો સારી છે પણ મે તો જ્વેલરી દિકરી ને આપવા કે જે તે પ્રસંગએ પહેરવા બહુ પ્રેમથી મઠાવ્યા છે એટલે તેના પર વ્યાજ પણ મળતુ હોય તો શું કામનું. અને સોનું પાછુ મઢાવા જશુ તો મોંધુ પડવાનું છે. હવે સરકારે આપેલા સિક્કા કે બાર તો ગળે પહેરી નહિં શકાય. એટલે જેના પાસે વધારાના સિક્કા કે બાર હોય તેઓ માટે યોજના સારી છે.”

કર્ણાટક-તમિલનાડ...

હાલબેંગ્લુરુમાં ક્વિક રિસ્પોન્સ ટીમ, આરપીએફ, સિટી આર્મ્ડ રિઝર્વ પોલીસ અને કર્ણાટક રિઝર્વ પોલીસના 18 હજારથી વધુ સૈનિકો તૈનાત કરી દેવાયા છે. 144મી કલમ લાગુ કરી મેટ્રો સેવા બંધ કરી દીધી છે તેમજ કર્ણાટક અને તમિળનાડુ વચ્ચેની બસ સેવા તથા અન્ય વાહનોની અવરજવર બંધ કરી દેવાઇ છે.

આવીરીતે લોકો હિંસક બન્યા કાવેરીવિવાદ અને કન્નડ અભિનેતાઓ પર સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરવા બદલ એક 22 વર્ષીય તમિળ વિદ્યાર્થી સાથે રવિવારે મારપીટ કરી તેનો વીડિયો બનાવી લેવાયો હતો. વીડિયો વાયરલ તમિળ સંગઠનો ભડકી ઊઠ્યાં હતાં.

અરુણાચલના...

સરકારેરાજખોવામાં વિશ્વાસ ગુમાવી દીધો હોવાનું રાષ્ટ્રપતિને જણાવી મોદી સરકારે રાજખોવાની હકાલપટ્ટી પણ કરી. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે ગત સપ્તાહે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી હતી અને તેમને જણાવ્યું હતું કે ગત વર્ષે અરુણાચલની કોંગ્રેસ સરકારની બરતરફી મામલે સુપ્રીમકોર્ટે રાજખોવા વિરુદ્ધ કરેલા અવલોકનો બાદ તેમનું હોદ્દા પર રહેવું સદંતર અયોગ્ય છે.

ગુજરાતમાં...

ગુજરાતમાંદારૂ ઘુસાડવા માટે રેન્જ આઇજીને રૂ. 35 લાખનો હપતો આપવામાં આવે છે. સાથે પીઆઇ, પીએસઆઇને વજન પ્રમાણે હપતો ચુકવવામાં આવે છે. મુંબઈમાં વર્ષ 2015માં જે લઠ્ઠાકાંડ થયો તેનો સપ્લાયર વાપીનો લાઇસન્સ હોલ્ડર લીલાધર પટેલ હતો. લીલાધર ઉપર મહેરબાની કરનારો પીએસઆઇ ભાજપના કયા મંત્રી કે નેતાની મહેરબાનીથી વિજિલન્સ કમિશનર બન્યો તેની તપાસ કરાવવી જોઈએ.વાઘેલાએ સરકારના આઇએએસ, આઇપીએસ અધિકારીઓ પણ દારૂ પીતા હોવાનો ઘટસ્ફોટ કરી ગુજરાતમાં આવા અધિકારીઓ કઈ રીતે પોસ્ટિંગ મેળવી સવાલ ઉઠાવ્યો છે.પંજાબને પાછળ રાખીને ગુજરાત કેફી દ્રવ્યોમાં નંબર વન બની ગયું છે.

વૈશ્વિકશેરબજારોમાં...

મળનારીપોલિસી બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી દહેશત શરૂ થઇ ગઇ છે. તેના પ્રત્યાઘાતરૂપે શુક્રવારે ડાઉજોન્સ 400 પોઇન્ટ તૂટીને બંધ રહ્યો હતો. તેનું પ્રતિબિંબ સોમવારે યુરોપ અને એશિયાઇ શેરબજારોમાં 2-2.5 ટકાના કડાકારૂપે જોવા મળ્યું હતું. ડાઉ ફ્યુચર સોમવારે 150 નીચો બોલાતો હોવાથી નિષ્ણાતો ન્યૂયોર્ક શેરબજારમાં મંદીની આગેકૂચ જોઇ રહ્યા હતા. સોમવારે વૈશ્વિક શેરબજારો પૈકી હોંગકોંગમાં 809 પોઇન્ટ, જર્મનીમાં 207 પોઇન્ટ, તાઇવાનમાં 107 પોઇન્ટ અને જાપાનના શેરબજારોમાં 293 પોઇન્ટના કડાકા નોંધાયા હતા.

નિફ્ટીમાટે 8650ની મહત્વની ટેકાની સપાટી :ટેકનિકલ નિષ્ણાતોનામત અનુસાર નિફ્ટીએ આજે 8800 પછી ઇન્ટ્રા-ડે 8700 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીઓ તોડી છે. પરંતુ 8650 પોઇન્ટની સપાટી અતિ મહત્વની ટેકાની સપાટી ગણાય છે. તે તૂટે તો નીચામાં 8567 પોઇન્ટ સુધી પણ જઇ શકે છે. બાઉન્સબેકમાં 8950 સુધી સાવચેતીનો સૂર રાખવાની નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.

મલ્ટિલેવલ...

રામવિલાસપાસવાને રજૂ કરી હતી. તેનો અમલ કરવા માટે તેને રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલી આપવામાં આવી છે.ખોટા લોકો દ્વારા સ્કીમની શરૂઆત થતી રોકવા માટે સરકારે ગાઇડલાઇનમાં ડાયરેક્ટ સેલિંગ અને પિરામિડ સ્ટ્રક્ચર તેમજ મની સર્ક્યુલેટિંગ સ્કીમ વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરી નાખી છે જેથી પ્રકારની યોજનામાં છેતરપિંડી આચરવામાં આવે તો તપાસ એજન્સીઓને તેનો ખ્યાલ આવી શકે.

ડાયરેક્ટસેલિંગ એટલે શુંωડાયરેક્ટ સેલિંગએટલે વસ્તુનું માર્કેટિંગ, વહેંચણી અને વેચાણ કે સેવા પૂરી પાડવી. પરંતુ આવી સ્કીમોમાં લોકો પાસેથી પૈસા લઈ પિરામિડ સ્ટ્રક્ચરના આધારે વધુ પૈસા મળતા હોવાની લાલચ આપતી સ્કિમ અને મની સર્ક્યુલેટિંગ સ્કીમને તેમાંથી અલગ કરી નાખી છે અને તેના ઉપર પ્રતિબંધ લાદી દીધો છે.

સ્વચ્છતામાટે...

ચિંતાથવા લાગી હતી. ‘આપણને આવો નાસ્તો અપાતો હોય તો લોકોને કેવો મળતો હશે,’ તેવો મુદ્દો ઊઠ્યો હતો. અધિકારીઓએ ઢોકળાં બનાવનારી ‘દાસ ખમણ’ની દુકાન સીલ મારવા સુધીની તૈયારી આદરી હતી. બીજી તરફ મ્યુનિસિપલ કોઠામાં કોર્પોરેશનની આરોગ્યની ‘દેખરેખ’ ખૂલ્લી પડી હોવા છતાં શાસક ભાજપના નગરસેવકો ભલામણ કરવાનું ચૂક્યા નહોતા. કિસ્સામાં પણ અધિકારીઓ અને કોર્પોરેટર્સ વચ્ચે 5 કલાક સુધી હુંસાતુંસી થઈ હતી. આખરે મોડી સાંજે 7 વાગ્યે દુકાન સીલ કરાઈ હતી.સોમવારે બપોરે દાણાપીઠ સ્થિત મ્યુનિ.ની કચેરીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી. આર. ખરસાણના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા મિશન અંતર્ગત ઑફિસર્સની મીટિંગ રાખવામાં આવી હતી. હેલ્થ વિભાગ અને સોલીડ વેસ્ટ વિભાગના 25 અધિકારી હાજર રહ્યા હતા. મધ્યસ્થ કચેરીના 100 મીટરના દાયરામાં આવેલી જાણીતી ‘દાસ ખમણ’ દુકાનમાંથી 3 કિલો ઢોકળાં મગાવાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો