તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 30 તળાવોમાં શ્રીજી વિસર્જન માટેનો એકશન પ્લાન તૈયાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

30 તળાવોમાં શ્રીજી વિસર્જન માટેનો એકશન પ્લાન તૈયાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કૃત્રિમ તળાવમાં િવસર્જન કરાવવાનું ફાયરબ્રિગેડ દ્વારા આયોજન

ફાયર બ્રિગેડના 700થી વધુ કર્મચારીઓ તૈનાત થશે

શહેરમાંભક્તિભાવપૂર્વક મનાવાઈ રહેલો 117 મો ગણેશોત્સવ હવે પૂર્ણતાના આરે છે. જુદા જુદા વિસ્તારોમાં 30 તળાવો અને મહિ નદી તથા એક કૃત્રિમ તળાવમાં મૂર્તિઓનું પરંપરાગત રીતે વિસર્જન થશે. વિસર્જન માટે વડોદરા ફાયર બ્રિગેડે તમામ તૈયારી પૂર્ણ કરી લીધી છે.

ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દીપક ગુંજાલે જણાવ્યું હતું કે, વિસર્જન માટે વડોદરા ફાયર બ્રિગેડનો સ્ટાફ તથા બે ફાયરની તાલીમ આપતી સંસ્થાના તાલીમાર્થીઓ અને સ્વિમિંગ પૂલના કોચીસ મળીને 700 જેટલા કર્મચારીઓ જોતરાશે. વિવિધ તળાવોમાં 45થી વધુ ક્રેનનો ઉપયોગ કરાશે. ઉપરાંત સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની ચાર ટીમ શહેરના સિટી વિસ્તારોમાં તૈનાત કરાશે. તેમણે જણાવ્યું હતું કે વિસર્જનના દિવસે ફાયર સર્વિસીસ યથાવત્ રખાશે.વિસર્જનના દિવસે અને રાત્રે સુરસાગર તળાવમાં ફાયર બ્રિગેડ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો