તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • શહેરમાં ડેન્ગ્યૂના 1,000 કેસ છતાં પાિલકા સાચો આંકડો કેમ છુપાવે છે?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં ડેન્ગ્યૂના 1,000 કેસ છતાં પાિલકા સાચો આંકડો કેમ છુપાવે છે?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરામહાનગર પાલિકાની સોમવારે મળેલી સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ શહેરમાં ફેલાયેલા ડેન્ગ્યુના રોગચાળા અને તેના કારણે થઇ રહેલા મૃત્યુનો ઉલ્લેખ કરી શાસક ભાજપ તેમજ વહીવટી તંત્ર પર પસ્તાળ પાડી હતી. વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે શહેરમાં ડેન્ગ્યુુના 1000 કેસ નોંધાયા હોવા છતાં મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર સાચો આંકડો છુપાવી શહેરી જનો સાથે છેતરપિંડી કરતું હોવાનો આક્ષેપ કરતાં સભામાં સોપો પડી ગયો હતો.

સામાન્ય સભાના પ્રારંભ સાથે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, શહેરનો એકપણ ખૂણો ડેન્ગ્યુ-મલેરિયાના રોગચાળાથી બાકાત રહ્યો નથી. ખાનગી દવાખાનાં રોગચાળાથી અસરગ્રસ્ત થયેલાં દર્દીઓથી ઊભરાય છે છતાં મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર નક્કર કાર્યવાહી કરવામાં ઊણું ઉતર્યું છે.

ડેન્ગ્યુના આટલી મોટી સંખ્યામાં કેસ અગાઉ ક્યારેય નોંધાયા હોય તેવું 32 વર્ષની મારી રાજકીય કારકિર્દીમાં જોવા મળ્યું નથી તેમ ટાંકી વિપક્ષી નેતાએ શહેરમાં ડેન્ગ્યુના 1000 થી વધુ કેસ હોવાનું સભામાં પુરાવા સાથે જણાવ્યું હતું.

પૂર્વ વિપક્ષી નેતા ચિરાગ ઝવેરીએ જણાવ્યું હતું કે, શહેરમાં ડેન્ગ્યુના રોગચાળાને કારણે લોકોમાં ડર-ભયનું વાતાવરણ છે. આરોગ્ય વિભાગ ડેન્ગ્યુના કેસ છુપાવી જૂઠ્ઠું બોલે છે. તંત્ર ખાનગી હોસ્પિટલમાં નોંધાતા ડેન્ગ્યુના કેસોને શંકાસ્પદ ડેન્ગ્યુના કેસમાં ખપાવી દઇ શહેરી જનો સાથે છેતરપિંડી કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, લોકોના આરોગ્ય અને ડેન્ગ્યુના કારણે થતા મોતના મુદ્દે તંત્રને લોકો સાથે ખિલવાડ કરવાનો અધિકાર નથી.

કોંગી કોર્પોરેટર અમી રાવતે કહ્યું હતું કે, આરોગ્ય વિભાગે મેલેરિયા ફાઇલેરિયા શાખામાં 10 વર્ષથી કામ કરતા 600 કર્મચારીઓને છૂટા કરી નવી ભરતી કરી છે. નવો સ્ટાફ બિનઅનુભવી હોવાથી શહેરમાં મચ્છર નિયંત્રણ માટેની કામગીરી વ્યવસ્થિત થતી નથી. જેના કારણે હવે શહેર રોગચાળાના ભરડામાં સપડાઈ રહ્યું છે ત્યારે તંત્ર હાથ પર હાથ ધરીને બેઠું છે.

વૈષ્ણવાચાર્ય પૂ.વાગીશબાવા પણ ડેન્ગ્યૂની અસર હેઠળ

ભાજપનાકોર્પોરેટર શૈલેશ મહેતા(સોટ્ટા)એ સભામાં ડેન્ગ્યુના મુદ્દે બોલતાં કહ્યું હતું કે, ડેન્ગ્યુુના રોગચાળાએ માઝા મૂકી છે. વૈષ્ણવાચાર્ય પૂ.વાગીશબાવા પણ ડેન્ગ્યુના રોગચાળામાં સપડાયા છે. તેમણે શાળાઓ અને ઘરની પાણીની ટાંકીઓની સફાઇ કામગીરી અસરકારક બનાવવા તંત્રને અપીલ કરી હતી.

ભાજપના કોર્પોરેટર ડેન્ગ્યૂમાં સપડાયા

પૂર્વ મેયરના ગોલ્ડન ગોલનું શું થયું ω?

વિપક્ષી નેતાએ રોગચાળાના મુદ્દે આરોગ્ય વિભાગની નિષ્ફળ કામગીરી અંગે આક્રોશ વ્યક્ત કરી મ્યુ.કમિશનરને અંગે ગંભીરતાથી કામગીરી કરવા જણાવ્યું હતું. તેમણે એમ પણ ટાંક્યું હતું કે,શાસક ભાજપના કોર્પોરેટર પણ ડેન્ગ્યુમાં સપડાયા છતાં શાસકો ચૂપ બેઠા છે.

કોંગી કોર્પોરેટર ચિરાગ ઝવેરીએ ભાજપના પૂર્વ મેયર બાળકૃષ્ણ શુક્લે સંકલ્પ કરેલા 10 ગોલ્ડન ગોલનું શું થયું તેવો વેધક પ્રશ્ન કર્યો હતો. તેમણે ટાંક્યું હતું કે, વિશ્વામિત્રી શુદ્ધિકરણની વાતો પૂર્વ મેયરે કરી હતી. જે મુદ્દો આજે પણ ઠેરનો ઠેર છે, જ્યારે બાળુભાઇ ઘેર છે.

ખાનગી હોસ્પિટલમાં નોંધાતા ડેન્ગ્યૂના કેસને શંકાસ્પદ ડેન્ગ્યૂમાં ખપાવવાનો કારસો

પાલિકાની સામાન્ય સભામાં ડેન્ગ્યૂના મુદ્દે શાસક પક્ષ પર કોંગ્રેસની પસ્તાળ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો