તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • VP UGSની બેઠકમાં ફી વધારો પરત ખેંચવા ઠરાવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

VP-UGSની બેઠકમાં ફી વધારો પરત ખેંચવા ઠરાવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીમાંનવા ચૂંટાયેલા વીપી-યુજીએસની આગેવાનીમાં આજે મળેલી વિદ્યાર્થી યુનિયનની બેઠકમાં યુનિ.ના સત્તાધીશો દ્વારા ઝીંકાયેલો ફી વધારો પરત ખેંચવા તથા ગર્લ્સ એજ્યુકેશનને ફ્રી કરવાનો ઠરાવ કર્યો હતો. વીપી-યુજીએસે ઠરાવ કરીને તેની પર તમામની સહીઓ લઇને યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસને લેખિતમાં આપીને વહેલી તકે નિર્ણય લેવાની માંગ કરી હતી.

યુનિ.માં નવા ચૂંટાયેલા વીપી-યુજીએસે ત્રણ દિવસ પહેલાં યુનિયનના પ્રમુખ ડૉ. સત્યજિત ચૌધરીને પત્ર લખીને બેઠક યોજવાની માંગ કરી હતી. જેના સંદર્ભમાં આજે વીપી પ્રિયંકા પટેલ અને યુજીએસ હિતેશ બત્રાની આગેવાનીમાં યુનિયન પેવેલિયન ખાતે બેઠક યોજાઇ હતી. પ્રથમ બેઠકમાં એકબીજાના પરિચય બાદ વીપી-યુજીએસ યુનિ.ના સત્તાધીશો દ્વારા ઝીંકાયેલા ફી વધારાને પરત ખેંચવા તથા ગર્લ્સ એજ્યુકેશનને ફ્રી કરવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો. પ્રસ્તાવને મોટાભાગના સભ્યોએ આવકાર આપીને ફ્રી વધારો પરત ખેંચવા તથા ગર્લ્સને ફ્રી એજ્યુકેશન આપવા માટે સહમતી સાધીને ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવ પર વીપી-યુજીએસ અને એફ.આર સહિતના સભ્યોએ સહીઓ કરીને તે ઠરાવની નકલ સાથે લેખિત આવેદનપત્ર યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસને સોંપવાનો નિર્ણય કર્યો હતો. જે નિર્ણયના પગલે વીસીને આવેદનપત્ર આપ્યા બાદ વીપી-યુજીએસે કુરિયર મારફતે ઠરાવ-આવેદનપત્ર મોકલ્યું હતું.

યુનિયન પ્રમુખ પાસે હવે બજેટ માંગીશું

^ વિદ્યાર્થી યુનિયનની ચૂંટણી બે વર્ષ બાદ થઇ છે. બે વર્ષથી વિદ્યાર્થી યુનિયનના કાર્યક્રમો યોજાયા નથી. ચાલુ વર્ષે નવી ચૂંટાયેલી ટીમ દ્વારા યુનિયનના પ્રમુખ ડૉ. ચૌધરીને બેઠકમાં હાજર રહેવા જણાવામાં આવ્યું હતું, જોકે તેઓ હાજર રહ્યા નહોતા. તેમની ગેરહાજરીમાં યોજાયેલી બેઠકમાં સર્વાનુમત્તે અમે નાણાંકીય બજેટની માંગનો નિર્ણય લીધો હતો. બજેટ વિદ્યાર્થીઓ માટે હોઇ તે સંદર્ભે કાર્યક્રમનું આયોજન કરાશે. > વીપી-યુજીએસ,એમએસયુ.

ગર્લ્સ એજ્યુકેશન ફ્રી કરવા માટેનાે ઠરાવ કરાયો

યુનિયન પેવેલિયન ખાતે પ્રથમ બેઠક મળી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો