તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઇસ્કોન મંદિર પાસે લાઇન લીકેજ થતાં પાણીનો વ્યય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇસ્કોન મંદિર પાસે લાઇન લીકેજ થતાં પાણીનો વ્યય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાપશ્ચિમ વિસ્તારમાં સોમવારે સવારે ઇસ્કોન મંદિર પાસે પાણીની લાઇન લીકેજ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. પાણીનો વેડફાટ થવાથી મુખ્ય રોડ પર પાણી ભરાતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સોમવારે સવારે 9 વાગે ઇસ્કોન મંદિર રોડ પર પાણી પુરવઠા વિભાગની પાણીની લાઇનમાં અચાનક લીકેજ થયું હતું. લાઇન લીકેજ થતાં પાણીનો જથ્થો ફોર્સથી જમીનની બહાર નીકળવા લાગ્યો હતો. પરિણામે જોતજોતામાં ઇસ્કોન મંદિર રોડ પર પાણીનાં ખાબોચિયાં ભરાઇ ગયાં હતાં.

મેઇન રોડ પર પાણીની લાઇન લીકેજ થવાની ઘટના બનતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. એટલું નહીં લીકેજ થઇને નીકળતું પાણી મેઇન રોડ પર વહેવા લાગતાં રોડ પર પાણીનો ભરાવો થયો હતો. જેથી રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓની હાલત કફોડી બની હતી.

પાણીની લાઇન લીકેજ થઇ હોવાની માહિતી મળતાં મહાનગર પાલિકાના પાણી પુરવઠા વિભાગના સ્ટાફ દ્વારા લીકેજ મરામતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી.

મુખ્ય રોડ પર પાણી ભરાતાં વાહન ચાલકોને હાલાકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો