તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સમાના યુવકે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કર્યું

સમાના યુવકે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કર્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાસમા ગામના વણકરવાસમાં રહેતો રાકેશ અરવિંદભાઇ પરમાર રવિવારના રોજ સાંજના સમયે ઘરે એકલો હતો તે દરમિયાન રાકેશ પોતાના ઘરમાં પડેલું કેરોસીન શરીર ઉપર છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. જોકે આખા શરીરે દઝાતા રાકેશે બુમરાણ મચાવવાનું શરૂ કરી દેતાં તેના ભાઇને ઘટનાની જાણ થતા તે દોડી આવ્યો હતો. જેની સાથે સાથે આસપાસના લોકો પણ દોડી આવ્યાં હતાં. કેરોસીન છાંટી ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલના ફરજ પરના તબીબો દ્વારા યુવકની સારવાર હાથ ધરવામાં આવી હતી. જોકે ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના ફરજ પરના તબીબો દ્વારા ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને મૃત જાહેર કરાયો હતો. બનાવ અંગે સમા પોલીસને જાણ કરાતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે આવી પહોંચ્ય હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટ માેકલી આપ્યો હતો. બનાવ અંગે સમા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...