તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાદળિયા માહોલથી ગરમીમાં રાહત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાશહેરમાં ગુરુવારે પ્રતિ કલાકના 10 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન સાથે વાદળિયો માહોલ રહ્યો હતો. જેથી ગરમીનું પ્રમાણ 38.6 ડિગ્રી રહેતાં શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી. હવામાન વિભાગે આવતીકાલે શુક્રવારે પણ અંશત: વાદળછાયું વાતાવરણ તેમજ ગરમીનો પારો 40 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. શહેરમાં છેલ્લા એક સપ્તાહથી બદલાયેલા હવામાન વચ્ચે ગુરુવારે પણ દિવસ દરમિયાન વાદળછાયો માહોલ રહ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક રહેતાં ગરમીની અસર ઘટી હતી. ઉપરાંત બપોરના સમયે પણ ઓછી ગરમીથી શહેરીજનોને હાશકારો થયો હતો. લઘુતમ તાપમાન 29.6 ડિગ્રી રહ્યું હતું. ભેજનું પ્રમાણ સવારે 65 ટકા અને સાંજે 38 ટકા નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...