તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દંડા વગરની પોલીસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વારસિયાનાહનુમાન ટેકરી ખાતે દારૂ પીને છાટકા બનેલા શખ્સોને પકડવા લાકડી લીધા વગર ગયેલી પોલીસ ઘરના ઓટલા પર બેઠેલા દિવ્યાંગની કાખઘોડી લઇ જતી રહી હતી. દિવ્યાંગે રાત્રે વારસિયા પોલીસ સ્ટેશનનો ધક્કો ખાવા છતાં લાકડી નહિ મળતાં 24 કલાક સુધી કાખઘોડી વગર રહેવું પડ્યું હતું.

વારસિયાના સંજયનગરના ગેરકાયદે દબાણોનો સફાયો થતાં ગણતરીનાં કાચાં મકાન હયાત છે. જે પૈકી એક દિવ્યાંગ રાજુભાઇ રામાભાઇ વાઘેલાને પોલીસનો કડવો અનુભવ થયો હતો.

તેમણે જણાવ્યું કે, તેઓ સાંજે ઘરના ઓટલા પર બેઠા હતા. તેમના ઘરની નજીક કેટલાક લોકો દારૂ પીને મસ્તી કરી રહ્યા હતા. દરમિયાન પોલીસને જાણ થતાં અચાનક દોડી આવી હતી. પોલીસને જોઇ લોકો ભાગ્યા હતા પરંતુ પોલીસ પાસે લાકડી હોવાથી એક પોલીસ કર્મચારીએ તેમની કાખઘોડીનો ઉપરનો હાથો કાઢી લાકડી લઇ ગયો હતો. થોડીવાર સુધી તેમણે રાહ જોઇ હતી પરંતુ પોલીસ કાખઘોડીની લાકડી નહિ લાવતાં ચિંતામાં મુકાયા હતા. તેઓ રાત્રે ટ્રાઇસિકલ પર બેસીને વારસિયા પોલીસ સ્ટેશનમાં લાકડી લેવા ગયા હતા પરંતુ લાકડી લઇ ગયેલો પોલીસ કર્મચારી ત્યાં હોવાથી તેમને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું. અન્ય પોલીસ કર્મચારીએ તેમને કાલે સાંજે આવજો લાકડી અપાવી દઇશ, તેવી હૈયાધારણ આપી હતી. લાકડી વગર તેઓ ચાલી શકતા હોવાથી કલાકો સુધી તેમણે ઢસરડા કરવાનો વારો આવ્યો હતો.

અમે બનાવની તપાસ કરાવી ઘટતું કરીશું

વારસિયા પોલીસ સ્ટેશનના ઇનચાર્જ પીઆઇ જાડેજાએ ઘટના અંગે અજાણ હોવાનું કહ્યું હતું. સંજયનગરમાં હાલ સતત પોલીસ પેટ્રોલિંગ પણ રાખવામાં આવી રહ્યું છે. દિવ્યાંગની કોઇ પોલીસ કર્મચારી લાકડી લઇ ગયું હોય તો ખોટું કહેવાય , અમે તપાસ કરાવી ઘટતું કરીશું તેમ પણ ઉમેર્યું હતું.

દિવ્યાંગ ટ્રાઇસિકલમાં બેસી પોલીસ સ્ટેશન દોડી ગયા પણ તેમની લાકડી પરત મળી

નશેબાજને પકડવા પોલીસ દિવ્યાંગની કાખઘોડી લઇ ગઇ

હનુમાન ટેકરી પાસે બેઠેલા દિવ્યાંગની કાંખઘોડી પોલીસ લઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...