તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દુમાડ અને અમરાપુરા ગામે બે વ્યક્તિનો ઝેરી દવા પી આપઘાત

દુમાડ અને અમરાપુરા ગામે બે વ્યક્તિનો ઝેરી દવા પી આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનજીક આવેલા દુમાડ અને અમરાપુરા ગામે એક વૃદ્ધ અને એક યુવાને ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોતના કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.

સમા સાવલી રોડ પાસે આવેલા દુમાડ ગામે રહેતા ઠાકોરભાઇ પરમાર (ઉ.વ.60) ગઇકાલે પોતાના ઘરે ઝેરી દવા પી લેતાં તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે તેમનું મોત નીપજ્યું હતું.

જ્યારે બીજા બનાવમાં અમરાપુરા ગામે સંયુક્ત પરિવારમાં રહેતા ખેડૂત નટુભાઇ ગોહિલે (ઉ.વ.35) આજે સવારે પોતાના ઘરે અચાનક ઝેરી દવા પી લેતાં તેમને સારવાર મળે તે પહેલાં તેમનું મોત થયું હતું. પરિવાર દ્વારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...