તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મેધા પાટકર પુન: કાર્યક્રમ કરશે તેવી દહેશતથી પોલીસ બંદોબસ્ત

મેધા પાટકર પુન: કાર્યક્રમ કરશે તેવી દહેશતથી પોલીસ બંદોબસ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘાપાટકર સહિત નર્મદા બચાવ આંદોલનના 300 કાર્યકર્તાઓને અલીરાજપુર છોડવા ગયેલી ગુજરાત પોલીસ સામે એફઆઇઆર નોંધવા માટે કાર્યકરોએ ભારે ધમપછાડા કર્યા હતા. મોડી રાત સુધી નાનપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરતાં ગુજરાત પોલીસના અધિકારીઓ પણ કલાકો સુધી અટવાયેલા રહ્યા હતા. મેઘા પાટકર પુન: કાર્યક્રમ કરશે તેવી દહેશતના પગલે રાજ્યની સરહદ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે છકતલાથી આગળ રેણદા ગુજરાતમાં જવા માટે વિવાદ થયો હતો. પોલીસે આંદોલનકારીઓની અટકાયત કરી અલીરાજપુર અને નાનપુરાની વચ્ચે છોડી દીધા હતા. નર્મદા બચાવ આંદોલનના કાર્યકર્તાઓએ વાહનોમાંથી ઉતરવાનો ઇનકાર કરી ચક્કાજામ કરી દીધો હતો.

નાનપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો

અન્ય સમાચારો પણ છે...