તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રમત ગમત કચેરીના કોચ દ્વારા ~27.13 લાખની ઉચાપત કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રમત ગમત કચેરીના કોચ દ્વારા ~27.13 લાખની ઉચાપત કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યસરકારના દ્વારા ફાળવવામાં આવેલી રૂા.42.70 લાખની ગ્રાન્ટમાંથી રૂા.27.13 લાખ ચાંઉ કરી કૌભાંડ આચરનાર વડોદરા જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કચેરીના તત્કાલિન સિનિયર કોચ હરીશ નામદેવ કાળે સામે વડોદરા લાંચ રિશ્વત વિરોધી શાખાએ ગુનો નોંધાયો છે. કોચ હરીશ કાળેએ બોગસ બિલો બનાવી 27.13 લાખ ચાંઉ કર્યા હોવાનું એસીબીની તપાસમાં બહાર આવ્યું હતું.

વડોદરા લાંચ રિશ્વત વિરોધી શાખાના મદદનીશ નિયામક પી.આર. ગેલોટે જણાવ્યું હતું કે, કુબેરભુવનના 8 માળે આવેલા જિલ્લા રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્રમાં કોચ તરીકે વર્ષ-2012માં નિવૃત્ત અને હાલમાં સિનિયર કોચ તરીકે ફરજ બજાવતા હરીશ નામદેવ કાળે (રહે. એ-4, ચંદ્રાવલી સોસાયટી, માંજલપુર) સામે સત્તાનો દૂરુપયોગ કરી બોગસ દસ્તાવેજો ઉભા કરી માત્ર કાગળ ઉપર પ્રશિક્ષણના કેમ્પો બતાવીને રૂા.42.70 લાખની ગ્રાન્ટમાંથી રૂા.27.13 લાખ ચાંઉ કર્યાનો ગુનો દાખલ કરાયો છે.

વધુ અહેવાલ પા નં. 5

ACBની તપાસમાં ભોપાળંુ ખૂલતાં ગુનો દાખલ

કાગળ પર કેમ્પ બતાવીને ખોટાં બિલો મૂક્યાં

હરિશ કાળે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો