તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભેદી રીતે ગુમ GSFCના ચીફ પ્રોજેકટ મેનેજર 30 કલાક બાદ ઘેર પરત ફર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેદી રીતે ગુમ GSFCના ચીફ પ્રોજેકટ મેનેજર 30 કલાક બાદ ઘેર પરત ફર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાજવાડાસમડી પોળમાં રહેતા અને જીએસ.એફસીમાં મિકેનિકલ મેલેમાઇન વિભાગના ચીફ પ્રોજેકટ મેનેજર રાજેશ બાલકૃષ્ણ શાહ બુધવારે બપોરથી રહસ્યમય સંજોગોમાં લાપતા થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જો કે ગુરુવારે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં 30 કલાક પછી રાજેશ શાહ ઘેર પરત ફર્યા હતા.પરિવારની પુછપરછમાં તેમને કોઇએ કાંઇ ખવડાવી દીધા બાદ પોતે બેભાન બની ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું.

શહેરના બાજવાડા સમડી પોળમાં રહેતા રાજેશ બાલકૃષ્ણ શાહ છાણીમાં આવેલી જીએસએફસી કંપનીમાં છેલ્લાં 27 વર્ષથી ફરજ બજાવે છે. હાલ તેઓ કંપનીના મિકેનિકલ મેલેમાઇન વિભાગના ચીફ પ્રોજેકટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. રાજેશ શાહ બુધવારે લંચ બાદ 12.10 મિનિટે પોતાની ઓફિસની બહાર નિકળ્યા બાદ ઓફિસમાં પરત ફર્યા હતા. જોકે મોડી સાંજ સુધી તેઓ ઘેર પરત ના ફરતાં પરિવારે તપાસ શરૂ કરી હતી. તેમનો ફોન પણ સ્વિચ ઓફ બતાવતો હતો.રાજેશ શાહની સાથે કામ કરતા અન્ય કર્મચારીઓને પણ વાતની જાણ થતાં તેમણે પણ રાજેશ શાહની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેમનો ફોન સ્વિચ ઓફ આવવાની સાથે તેઓ ક્યાં ગયા છે તે વિશે કોઇ નક્કર માહિતી મળી શકી હતી. રાત સુધી રાજેશ શાહનો પત્તો ના મળતાં પરિવારે છાણી પોલીસને જાણ કરી હતી.પી.આઇ એ.એ.સૈયદે મોબાઇલ કોલ ડિટેઇલ્સ અને સીસી ટીવી કેમેરાના સહારે તપાસ શરુ કરી હતી. જો કે ગુમ થયાના 30 કલાક બાદ ગુરુવારે રાત્રે 8 વાગે રાજેશ શાહ બાઇક લઇને ઘેર પરત ફરતા પરિવારમાં ખુશીનું મોજુ ફરી વળ્યુ હતું.પ્રાથમિક પુછપરછમાં તેમણે કોઇએ તેમને કાંઇ ખવડાવી દીધુ હોવાનું અને ત્યાર બાદ તેઓ બેભાન થઇ ગયા હોવાનું પરિવારને જણાવ્યું હતું. જો કે માનસિક સ્થિતી સારી ના હોવાથી પરિવારે ઝાઝી પુછપરછ કરી હતી.

રાજેશ શાહનું નિવેદન લેવાશે

^રાત્રે રાજેશ શાહના પરિવાર તરફથી પોલીસને જાણ કરાઇ હતી કે રાજેશ શાહ બાઇક લઇને ઘેર પરત આવ્યા છે, જેથી મે પોલીસ ટીમ તેમના ઘેર મોકલી છે. રાજેશ શાહનું નિવેદન આપવાની સ્થિતીમાં હશે તો નિવેદન લેવાશે નહીંતર આવતીકાલે શનિવારે નિવેદન લઇને તપાસ કરાશે. > એ.એ.સૈયદ,પીઆઇ,છાણી પોલીસ સ્ટેશન

કોઇએ કંઇ ખવડાવી દઇને બેભાન બનાવી દીધા હોવાની કેફિયત

બુધવારે બપોરે ઓફિસની બહાર નિકળ્યા બાદ ગુમ થયા હતા

રાજેશ શાહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો