તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • PI ભોજાણી સાથે ભાગીદારી થતાં મહેન્દ્રસિંહ બેફામ બન્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PI ભોજાણી સાથે ભાગીદારી થતાં મહેન્દ્રસિંહ બેફામ બન્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોહનથાળના સંચાલક સામે ~3 લાખની ઠગાઇની ફરિયાદ

કચ્છગાંધીધામના યુવકને આરટીઓ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં પાસ કરાવી આપવાનું કહી મોહનથાળ અને મઢુલી હોટલ સંચાલક મહેન્દ્રસિંહ જાડેજાએ 3 લાખની ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાઇ છે. યુવકે નાણા પરત માગવા જતાં તેણે રિવોલ્વર બતાવીને ધમકી આપતા હડકંપ મચી ગયો હતો.

ગાંધીધામના અને હાલ શહેરમાં રહેતા રાકેશ અશોક શ્રીમાળીએ વર્ષ 2014માં આરટીઓ ઇન્સ્પેક્ટરની પરીક્ષા આપી હતી. પરીક્ષામાં પાસ કરાવવા માટે નટુભાઇ સર્કલ પાસેની હોટલ મોહનથાળ તેમજ સેવાસીની મઢુલી હોટલના સંચાલક મહેન્દ્રસિંહ જાડેજાએ તેની પાસેથી ~3 લાખ લીધા હતાં. જો કે રાકેશ આરટીઓ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં નાપાસ થતા રૂપિયા પરત મહેન્દ્રસિંહે થોડા દિવસ પછી આપવા ખાતરી આપી હતી. ત્યારબાદ મહેન્દ્રસિંહે આપેલા ચેક બાઉન્સ થયા હતાં. રાકેશના માતા-પિતા વડોદરા આવતા ગઇકાલે રાકેશ તેમને લઇ પ્રકૃતિ રેસિડેન્સી સ્થિત મહેન્દ્રસિંહના ઘરે જતાં તેણે રાકેશની માતાને અપમાનક જનક શબ્દો કહી ધક્કો મારી દીધો હતો. તેમની સાથે સમાધાન કરવાના બહાને કારમાં બેસાડી બહાર લઇ જઇ રિવોલ્વર બતાવી ધાકધમકી આપતા આખરે ફરિયાદ નોંધાવી હતી.

ગાંધીધામના યુવકે પૈસા પરત માગતાં રિવોલ્વર બતાવી

RTOની પરીક્ષા પાસ કરવા મહેન્દ્રસિંહે નાણાં લીધાં હતાં

મિસ્ત્રીને ~8.80 લાખ આપ્યા

PI ભોજાણીએ બહાનાં બનાવ્યાં

સુથારી કામ કરતાં હસમુખ પોપટ સોલંકીએ પણ પોલીસમાં અરજી કરી હતી કે, તેણે માર્ચ 2015થી મોહનથાળમાં મિસ્ત્રીકામ શરૂ કરી મે -2015 સુધીમાં પુરુ કર્યું હતું. કામ પુરુ થાય ત્યારે પૈસા આપીશુ તેમ જણાવતા મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા તેમજ તેમના પાર્ટનર પીઆઇ એમ પી ભોજાણીએ કહ્યા પ્રમાણે કામ કરી આપ્યું હતું. હવે રૂપિયા લેવા જઉ છું ત્યારે ધાકધમકી આપી છે. રૂા. 8.80 લાખ નહિ આપતા અરજી કરી છેે.

ગોત્રીના ગૌતમ પ્રભાકર માળવદે આરજીસના નામે એસીનો વેપાર કરે છે. મહેન્દ્રસિંહે મોહનથાળ માટે 6 એસી ખરીદ્યા બાદ બાકીના રૂા. 3.41 લાખની માગણી કરતા ચેક આપ્યા પરત ફર્યો હતો. તેમના ભાગીદાર પીઆઇ ભોજાણીને વાત કરતા એસઓજી કચેરી ખાતે બોલાવી ચૂકવણું કરવાની બાયધરી આપી હતી. ત્યારબાદ બહાના બતાવ્યા હતાં. એક સમયે પીઆઇએ ગર્ભિત ધમકી આપી હતી. ત્યારબાદ ભાગીદારી છૂટી કરી હોવાનું કહ્યું હતું.

મહેન્દ્રસિંહ જાડેજા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો