તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરાધના ટોકિઝ રોડ પરનો બનાવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બેંક ઓફ બરોડાનું ATM તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ

બેંક મેનેજરની ફરિયાદથી પોલીસે તપાસ આદરી

શહેરનાસલાટવાડા વિસ્તારમાં આરાધના ટોકિઝની સામે આવેલ બેંક ઓફ બરોડાની બહાર રખાયેલ એટીએમ મશીનને તોડીને ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરાતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

આરાધના સિનેમાની સામે મુખ્ય રસ્તા પર આવેલી બેંક ઓફ બરોડાની બહાર બેંકનું એટીએમ રાખવામાં આવ્યું છે. એટીએમમાં મધરાતે કોઇ શખ્સોએ એટીએમમાં પ્રવેશીને મશીનને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મશીન તૂટી ના શકતાં તસ્કરોએ પ્રયાસ પડતો મૂક્યો હતો અને ફરાર થઇ ગયા હતા.

બેંક મેનેજર પીયૂષ પંડ્યાની ફરિયાદના આધારે રાવપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.એમ.વ્યાસ અને તેમની ટીમ બેંક ખાતે ધસી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે બેંકના સીસી ટીવી ફૂટેજ ચકાસતાં બે શંકાસ્પદ વ્યક્તિઓ મધરાતે એટીએમમાં પ્રવેશ્યા હોવાનું જણાઇ આવતાં પોલીસે બંને શખ્સની શોધખોળ શરૂ કરી હતી.

મધરાતે તસ્કર દેખાયો

પોલીસેસીસી ટીવી કેમેરાનું ફૂટેજ ચકાસતાં મધરાતે 2 વાગીને 11 મિનિટે એક ટી શર્ટ પહેરેલ શંકાસ્પદ વ્યક્તિ મશીન પાસે ઊભો હતો. ટી શર્ટ પર રોકસ લખાયેલું હતું. બહારના કેમેરામાં બે શખ્સ પ્રવેશ્યા હોવાનું જોવા મળ્યું હતું.

કેમેરોતોડી નાખ્યો

તસ્કરોએઅંદર લગાવાયેલો સીસી ટીવી કેમેરો તોડી નાંખ્યો હતો, જેથી તસ્કરો વિશે અંદરના કેમેરામાંથી પોલીસને વધુ વિગતો જાણવા મળી શકી હતી.બહારના કેમેરાના આધારે બે તસ્કર હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.

આરાધના સિનેમાની સામે આવેલ બેન્ક ઓફ બરોડાનું એટીએમ રાત્રે બે વાગે તોડીને ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. જેમાં CCTV ફૂટેજના આધારે વધુ તાપસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો