તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરમી યથાવત્ શહેરીજનો ત્રસ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | વડોદરાશહેરમાં વરસાદના વિરામ વચ્ચે ગુરુવારે મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી રહેતાં શહેરીજનો પરેશાન થયા હતા. દરમિયાન હવામાન વિભાગે શુક્રવારે અંશત: વાદળછાયા માહોલ રહેવા સાથે ગરમીનો પારો 34 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરી છે. શહેરમાં મેઘકૃપા થંભી જવા સાથે ગુરુવારે વાદળિયો માહોલ ગાયબ રહ્યો હતો. વાદળછાયું વાતાવરણ અદ્રશ્ય થતાં દિવસભર ઉઘાડ રહ્યો હતો. જેને લઇ ગરમીનો પારો બુધવાર જેટલો યથાવત્ રહ્યો હતો. ગુરુવારે 33.6 ડિગ્રી ગરમી રહેતાં બપોરના સમયે શહેરીજનો પરસેવે રેબઝેબ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો