તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગણપતિ વિસર્જન અગાઉ શહેરનાં 22 તળાવોમાં પાણી ભરવા રજૂઆત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણપતિ વિસર્જન અગાઉ શહેરનાં 22 તળાવોમાં પાણી ભરવા રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણેશજીનીપ્રતિમાના વિસર્જન માટે શહેરનાં તળાવોમાં પાણી ભરવા અને ગત વર્ષની માફક કૃત્રિમ તળાવોનું આયોજન કરવા માટે કોંગ્રેસે મ્યુ.કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

સેવાસદન દ્વારા વિવિધ વિસ્તારોનાં તળાવોને ઊંડાં કરવાનું આયોજન હાથ પર લેવામાં આવ્યું છે. ગણેશવિસર્જનમાં શહેરના 22 તળાવોમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદ અપૂરતો થયો છે. અને તેના કારણે શહેરમાં આવલાં મોટા ભાગનાં તળાવો ખાલીખમ સ્થિતિમાં આવી ગયાં છે. જેના કારણે વર્ષે તો શ્રીજીની મોટી મૂર્તિઓનું વિસર્જન આવાં તળાવોમાં થઇ શકે નહીં તેવી કફોડી સ્થિતિ ઉભી થઇ છે.

જેથી, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને સેવાસદનના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ(ભથ્થુ)ની આગેવાનીમાં કોંગી આગેવાનોએ મ્યુ.કમિશનર સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, કલાપ્રિય અને ઉત્સવપ્રિય નગરીમાં અનેક ઉત્સવોની સાથોસાથ ગણેશ ઉત્સવ પણ ધામધૂમથી ઉજવાય છે. શહેરમાં હજારોની સંખ્યામાં ઘરે ઘરે, પોળોમાં, સોસાયટીઓમાં ભગવાન શ્રીગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને ત્યારબાદ વિવિધ તળાવોમાં વિસર્જન કરવામાં આવે છે. આગામી દિવસોમાં ગણેશવિસર્જન ચાલુ થશે પરંતુ વિવિધ તળાવોમાં હજુ પાણી ભરાયેલાં નથી.

સેવાસદન દ્વારા વિવિધ તળાવો ઊંડાં કરવામાં આવે છે પરંતુ વર્ષે ઓછા પ્રમાણમાં વરસાદ થયો હોવાથી તળાવો ખાલી છે અને તેના કારણે શ્રીજીની મોટી પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે નહીં તેવી ચિંતા વ્યક્ત કોંગી આગેવાનોએ કરી હતી. તેમણે ગણેશ વિસર્જન પહેલા શહેરમાં આવેલાં એવાં તળાવો કે જેમાં દર વર્ષે ગણપતિનું વિસર્જન કરવામાં આવે છે તેવાં મહાદેવ તળાવ, તરસાલી તળાવ, મકરપુરા તળાવ, હરણી તળાવ, સિદ્ધનાથ તળાવ, બાપોદ તળાવ અને કમલાનગર તળાવ સહિતનાં તળાવોમાં પાણી ભરાય તેવી વ્યવસ્થા કરવા માગણી કરવામાં આવી હતી. તેમજ ગત વર્ષની જેમ કૃત્રિમ તળાવ બનાવવા તેમજ તમામ તળાવો ખાતે લાઇટિંગ, તરાપા, ક્રેઇન અને તરવૈયાની વ્યવસ્થા કરવાની માંગ કરી મ્યુ.કમિ.ને આવેદનપત્ર સુપરત કર્યું હતું.

ગણેશવિસર્જન માથે છે ને શહેરનાં આઠ તળાવોમાં પાણી નથી

કૃત્રિમ તળાવની પણ માગ સાથે મ્યુ.કમિશનરને કોંગ્રેસ દ્વારા આવેદન અપાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો