તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પ્રો. અગ્રવાલની નિમણૂક સંદર્ભે શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રો. અગ્રવાલની નિમણૂક સંદર્ભે શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

નિવૃત્તનાવયે પહોંચેલા અને ભાજપ-સંઘ સાથે સંકળાયેલા પ્રોફેસર કે.એસ.અગ્રવાલની પોલીટેકનીક કોલેજમાંથી નિયમો નેવે મૂકીને ટેકનોલોજી ફેકલ્ટીમાં આસી. પ્રોફેસર તરીકે કરાયેલી નિમણૂંક સામે કરાયેલી ગંભીર ફરિયાદ-રજૂઆતો બાદ શિક્ષણ વિભાગે તેમની સામે તપાસ હાથ ધરતાં યુનિ.ના શૈક્ષણિક જગતમાં હોબાળો મચી ગયો છે.

પોલીટેકનીક કોલેજના પૂર્વ આચાર્ય અને યુનિ.ના ભાજપ-સંઘની ચૂંટાયેલા સિન્ડીકેટ સભ્યોના પૂર્વ કન્વીનર પ્રો.કે.એસ.અગ્રવાલની પોલીટેકનીક કોલેજમાંથી નિવૃત્તિના 15 દિવસ પહેલાં ટેકનોલોજી ફેકલ્ટીમાં આસી. પ્રોફેસરોની જગ્યાઓના ઇન્ટરવ્યું કરાવીને અન્ય ક્વોલીફાઇડ ઉમેદવારોને બાજુ પર રાખીને નિમણૂંક કરાતાં ભારે વિવાદ થયો હતો.

વિવાદને ટેકનોલોજી ફેકલ્ટીના પ્રોફેસર અને બુટાના પૂર્વ પ્રમુખ ડૉ. આઇ.આઇ.પંડયાએ ઉજાગર કરીને યુનિ.ના તત્કાલીન વીસી પ્રો.યોગેશ સિંઘ સહિત યુનિ.ના શિક્ષણ વિભાગ તેમજ રાજયના વિજીલન્સ વિભાગને ગંભીર રજૂઆતો કરી હતી. ડૉ. આઇ.આઇ.પંડયાએ યુનિવર્સિટીની હેન્ડ બુક તથા શિક્ષણ વિભાગના નિયમોનો હવાલો આપીને લેખિત ફરિયાદ કરતાં વિજીલન્સ વિભાગે શિક્ષણ વિભાગ પાસેથી તે સંદર્ભે માહિતી માંગી હતી. જેની સામે યુનિ.ના સત્તાધીશોએ પ્રો. કે.એસ.અગ્રવાલની નિમણૂંકમાં કોઇ ગેરરીતી થઇ નથી તેવો જવાબ પાઠવ્યો હતો.

જોકે ડૉ. પંડયાએ પુન: વિજીલન્સ વિભાગને ફરિયાદ કરવાની સાથે તત્કાલીન શિક્ષણમંત્રી શ્રીમતી વસુબહેન ત્રિવેદીને ફરિયાદો કરી હતી. અનેક ફરિયાદો છતાં પણ સબ ઠીક હૈ..ની આદતથી ફાઇલને સાઇડમાં મૂકી દેવામાં આવી હતી. પરંતુ હવે વિજયભાઇ રૂપાણીની સરકારમાં શિક્ષણ વિભાગને પુન: ફરિયાદો થતાં આખરે શિક્ષણ વિભાગે સમગ્ર મામલાને ગંભીરતાથી લઇને તપાસ માંગતા શિક્ષણ વિભાગે પ્રો. કે.એસ.અગ્રવાલની નિમણૂંકના પ્રકરણની તલસ્પર્શી તપાસ શરૂ કરી છે. પ્રોફેસર અગ્રવાલ સામે તપાસ હાથ ધરતાં યુનિ.ના શિક્ષણ જગતમાં એકબાજુ ખુશીની લહેર દોડી ગઇ છે.

તો બીજીબાજુ તેમની નજીક રહેનારા કેટલાક અધ્યાપકો-સભ્યોમાં તપાસને લઇને ભારે ફફડાટ વ્યાપી ગયો છે એમ એમ.એસ.યુનિ.ના માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.

નિમણૂક સામે પ્રો. આઇ.આઇ.પંડ્યાએ ફરિયાદ કરી હતી

નિવૃત્તિના 15 દિવસ પહેલાં વીસીએ આર્ડર કર્યો હતાે

મારી સામે તપાસની મને જાણકારી નથી

^પોલીટેકનીક કોલેજમાંથી ટેકનોલોજી ફેકલ્ટીમાં મારી ખોટી રીતે નિમણૂંક થઇ છે તેની સામે શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી છે તેની કોઇ જાણકારી નથી. ખરેખર તો મારી નિમણૂંક કોઇ ગેરકાયદેસર રીતે કરવામાં આવી નથી. ટેકનોલોજી ફેકલ્ટીમાં નિયમ મુજબ મારી નિમણૂંક કરાઇ છે. > પ્રો.કે.એસ.અગ્રવાલ, ટેકનોલોજીફેકલ્ટીના આસી.પ્રોફેસર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો