• Gujarati News
  • National
  • શહેર વાડી બેઠક માટે 9 દાવેદારો મેદાનમાં

શહેર-વાડી બેઠક માટે 9 દાવેદારો મેદાનમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના પ્રભારીઓ રાજકુમાર ગુપ્તા અને ધારાસભ્ય નિરંજન પટેલની ઉપસ્થિતિમાં મંગળવારે સયાજીગંજ બેઠક માટે નરેન્દ્ર રાવત, પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિના પુત્ર રાજેશ પ્રજાપતિ અને દીનાનાથસિંહ ઠાકુરે દાવેદારી નોંધાવી હતી.

ત્યારબાદ બપોરે માંજલપુર બેઠક પર પૂર્વ વિપક્ષી નેતા-કોર્પોરેટર ચિરાગ ઝવેરી, નરેન્દ્ર જયસ્વાલ, ભાવેશ પટેલ અને પૂર્વેશ બોરોલેએ ટિકિટ માટેની માંગણી કરી હતી.

જ્યારે શહેર-વાડી વિધાનસભા બેઠક માટે 9 દાવેદારોએ તેમનો દાવો રજૂ કર્યો હતો. જેમાં ગુણવંતરાય પરમાર, સંજય સોલંકી, પિન્કીબહેન સોલંકી, જનક પરમાર, જશોદા પરમાર, અનિલ પરમાર, અમિત વાઘેલા, સુરેશ સોલંકી અને શોભના સોલંકીનો સમાવેશ થાય છે.

વડોદરા શહેરમાં વિધાનસભાની 5 બેઠકો 27 દાવેદારો નોંધાયા છે. જે પૈકી અકોટા બેઠક પર 7, રાવપુરામાં 4, સયાજીગંજમાં 3, માંજલપુરમાં 4 અને શહેર-વાડી બેઠક પર 9 દાવેદારો છે.

શહેર-વાડી બેઠક માટે દાવેદારી કરનાર કોંગી આગેવાને જાણીતા બ્રાંડના કપડાં ખરીદી લીધાં છે. આગેવાન એવું કહેતાં સંભળાયા હતા કે, તેમણે રૂા.2.60 લાખના ખર્ચે ચૂંટણી માટે કપડાં સિવડાવી દીધા છે.

5 બેઠક પર કુલ 27 દાવેદારો નોંધાયા

2.60 લાખના ખર્ચે કપડાં સિવડાવ્યાં!

વડોદરા શહેરની પાંચ બેઠક પર દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા

વિધાનસભા માટે કોંગ્રેસની કવાયત : માંજલપુરમાં 4 અને સયાજીગંજમાં 3 દાવેદારો

અન્ય સમાચારો પણ છે...