• Gujarati News
  • National
  • સ્માર્ટ સિટીની ઓવર સ્માર્ટ દુર્ગંધ

સ્માર્ટ સિટીની ઓવર સ્માર્ટ દુર્ગંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાણીથી દુર્ગંધની શરૂઆત થઇ

એક વર્ષમાં 10 ફરિયાદો મળી છે

બીજી રાત્રે ગેસની દુર્ગંધથી લોકો પરેશાન : તંત્રના હવામાં બાચકાં

પર્યાવરણવિદોએ જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં કેમીકલ ઇન્ડ્સટ્રીઝો હોવા છતાં એર મોનિટરિંગ સિસ્ટમ નથી.પરોક્ષ રીતે સરકારી તંત્ર પ્રદુષણ ફેલાવતાં યુનીટના માલિકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

સોમવારે રાત્રે શહેરના ગોરવા સહિતના વિસ્તારોમાં ગેસની દુર્ગંધ અને આંખોમાં બળતરાની ફરિયાદો ઉઠી હતી. નાગરિકોએ ફાયરબ્રિગેડ અને જીપીસીબીને કોલ કરી જાણ કરી હતી. જેને પગલે જી.પી.સી.બી.ના અધિકારીઓની ત્રણ ટીમોએ મોડી રાત સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ કરી હતી. તો ફાયર બ્રિગેડની અને ગેસ ખાતાની ટીમોએ તમામ વિસ્તારોમાં ટીમ રવાના કરીને તપાસ કરી હતી, પરંતુ તપાસના અંતે દુર્ગંધ અંગે કોઇ નક્કર માહિતી મળી શકી હતી.ત્યારે મંગળવારે રાત્રે ફરી એક વખત ગેસની દુર્ગંધ ફેલાતાં લોકો પરેશાન થયા હતા. અંગે ફરિયાદો મળતાં જી.પી.સી.પી., ફાયર બ્રિગેડ અને પાલિકા દ્વારા તપાસ શરૂ કરાઇ હતી. પરંતુ મોડી રાત સુધી દુર્ગંધ ક્યાંથી ફેલાઇ રહી છે તેની કોઇ જાણકારી મળી શકી હતી. મંગળવારે રાત્રે ફાયર બ્રિગેડને ઇલોરાપાર્ક, સુભાનપુરા, ગોત્રી અને તાંદલજા વિસ્તારમાંથી ગેસની દુર્ગંધની 5 ફરિયાદો મળી હતી. જી.પી.સી.બી.ના અધિકારીએ જણાવ્યું હતું કે, ગરમી વધવાના કારણે દુર્ગંધ ફેલાઇ રહી છે પરંતુ તે ક્યાંથી ફેલાઇ રહી છે તેની જાણ થઇ શકી નથી.

^ સોમવારે સાંજે વાગ્યે છાણી વિસ્તારમાંથી દુર્ગંધ ફેલાઇ રહી હોવાનો પ્રથમ ફોન આવ્યો હતો. ગેસ વિભાગ દ્વારા ટીમો બનાવીને ગોરવા અને નિઝામપુરા સહિતના વિસ્તારોમાં તપાસ કરાઇ હતી. પરંતુ દુર્ગંધ એલ.પી.જી. ગેસની હતી. > શૈલેષનાયક, ડાયરેક્ટર,વડોદરા ગેસ લી.

^1 વર્ષમાં ગેસ દુર્ગંધની 10 ફરિયાદો મળી છે. ગત વર્ષે અટલાદરા વેસ્ટ ડંપિંગ સાઇટ આસપાસના રહીશોની ફરિયાદ મળતા સાઇટ બંધ કરાવી હતી. સોમવારે મળેલી ફરિયાદ બાદ તપાસ કરતાં માહિતી મળી શકી હતી, હાલ તપાસ ચાલુ છે.> સી.એ.શાહ, રિજીયોનલઓફિસર, જીપીસીબી

સોમવારે અને મંગળવારે રાતે ઘરમાં ગરમી અને બહાર ગેસે લોકોને પજવ્યા : આંખોમાં બળતરાની રાવ

આપદા યથાવત |ફાયરબ્રિગેડ, ગેસ વિભાગ અને જીપીસીબીની ટુકડી દ્વારા સઘન તપાસ બાદ કંઇ મળ્યું

^શહેરમાં એર મોનિટરિંગ સિસ્ટમ સ્ટેશન નથી અને તેના કારણે દુર્ગંધ ક્યાંથી ફેલાઇ રહી છે તેની જાણ થઇ શકતી નથી. કોઇ કંપનીએ વરસાદી ગટરમાં કેમીકલ ઠાલવી દીધું હોય તો પણ આવી દુર્ગંધ ફેલાઇ શકે. ઓથોરીટી દુર્ગંધ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા માંગતી હોય તેમ જણાય છે. > રોહીતપ્રજાપતિ, કાર્યકર,પર્યાવરણ સુરક્ષા સમિતિ

અન્ય સમાચારો પણ છે...