તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |વડોદરા શહેર જિલ્લામાં આવેલાં 2403 મતદાન કેન્દ્રો ખાતે રવિવારે મતદાર

વડોદરા |વડોદરા શહેર-જિલ્લામાં આવેલાં 2403 મતદાન કેન્દ્રો ખાતે રવિવારે મતદાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વડોદરા શહેર-જિલ્લામાં આવેલાં 2403 મતદાન કેન્દ્રો ખાતે રવિવારે મતદાર યાદી સુધારણા અંગેની ખાસ ઝુંબેશ હાથ ધરાઇ હતી. જે અંતર્ગત શહેર-જિલ્લામાંથી નવા મતદાર તરીકેની નોંધણી માટે 8349 નાગરિકોએ ફોર્મ ભર્યાં હતાં. ચૂંટણી પંચ દ્વારા તા. 1-1-2017ની લાયકાતની તારીખના સંદર્ભમાં નવા ફોર્મેટમાં મતદારના ફોટા તથા નવા સીમાંકનના આધારે નિયત થયેલાં સ્થળોએ વિધાનસભા મતદાર વિભાગ વાર મતદારયાદીઓ કરાવતી કામગીરી તા.14 ઓક્ટોબર સુધી હાથ ધરાઇ છે. જે અંતર્ગત મતાધિકારની પાત્રતા ધરાવતો કોઇપણ મતદાર મતદાર યાદીમાં નામ નોંધણી વગર રહી જાય તેની કાળજી રાખવામાં આવી રહી છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ રવિવારે વડોદરા શહેર-જિલ્લાનાં 2403 મતદાન કેન્દ્રો ખાતે મતદાર યાદી સુધારણા અંગેની ખાસ ઝુંબેશ યોજાઇ હતી. રવિવારે સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાયેલી કાર્યવાહી દરમિયાન 18 વર્ષ પૂરાં કરનાર યુવાનોએ મતદાર તરીકે નામ નોંધણી કરાવવા જબરદસ્ત રસ દાખવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ નવા મતદાર તરીકેની નામ નોંધણી કરાવવા 8349 નાગરિકોએ, નામ કમી કરાવવા માટે 1770 નાગરિકોએ, નામમાં સુધારો કરવા માટે 3995 નાગરિકોએ તેમજ સરનામું અને વિસ્તારમાં ફેરફાર કરવા માટે 689 નાગરિકોએ ફોર્મ ભર્યાં હતાં. ગત તા.18મીએ 2403 મતદાન મથકો ઉપર 4303 મતદારોનાં નામ નોંધાયાં હતાં.

શહેર-જિલ્લામાંથી નવા મતદાર નોંધણી માટે 8349 ફોર્મ ભરાયાં

અન્ય સમાચારો પણ છે...