તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા રેલવે સ્ટેશન પર ગુડ્સ ટ્રેનના 9 ડબ્બા ખડી પડ્યા

વડોદરા રેલવે સ્ટેશન પર ગુડ્સ ટ્રેનના 9 ડબ્બા ખડી પડ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર.વડોદરા

વડોદરારેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પરથી સોમવારે સવારે 7:03 કલાકે એફસીઆઇના ઘંઉ ભરીને ભટીંડાથી પૂના તરફ જઇ રહેલી ગુડ્સ ટ્રેનના 9 ડબ્બા અચાનક ટ્રેક પથી ખડી પડતાં થોડા સમય માટે પ્લેટફોર્મ નં-1 પરથી મુંબઇ તરફ જતી તમામ ટ્રેનોને પ્લેટફોર્મ નં. 2, 3 અને 6 પર ડાયવર્ટ કરવામાં આવી હતી. ગુડ્સ ટ્રેનના ડબ્બાઓ ખડી પડતાં વડોદરા રેલવે સ્ટેશન ઉપરથી પસાર થતી ટ્રેનો તેના સમય કરતાં 10 થી 15 મીનીટ મોડી ચાલી રહી હતી. તો બીજીબાજુ પ્લેટફોર્મ નંબર-1 ઉપરનો ટ્રેન વ્યવહાર ઝડપથી શરૂ થાય તે માટે રેલવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને બપોરે 3.30 વાગ્યા સુધીમાં 9 ડબ્બાઓને હટાવીને રેલવેના પાટાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.

વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પરથી કર્ણાવતી એક્સપ્રેસ પસાર થઇ હતી. ટ્રેન પસાર થયા બાદ તરત એટલે કે સવારે 7:03 કલાકે ભટીંડાથી પૂના જઇ રહેલ 40 બોગી સાથેની ગુડ્સ ટ્રેન પસાર થઇ રહી હતી. ગુડ્સ ટ્રેન પ્લેટફોર્મ નંબર-1માંથી બહાર નીકળે તે પહેલાં 9 ડબ્બા પાટા પરથી ઉતરી ગઇ હતી. ગુડ્સ ટ્રેનના ડબ્બા પાટા પરથી ધડાકાના અવાજ સાથે ઉતરતા પ્લેટફોર્મ પર ટ્રેનોની રાહ જોઇને ઉભા રહેલા મુસાફરો ગભરાઇ ગયા હતા. સાથે રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા રેલ કર્મચારીઓ પણ પાટા ઉપરથી ઉતરી ગયેલ ગુડ્સ ટ્રેનનો અવાજ સાંભળી ઓફિસમાંથી બહાર દોડી આવ્યા હતાં. દરમિયાન ઘટનાની જાણ ડી.આર.એમ. આશુતોષ ગંગલને થતાં તુરત તેઓ રેલવે સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા. સાથે સ્ટેશન માસ્તર એસ.કે. તિવારી તેમજ રેલવે વર્કશોપના ટેકનીશ્યનો પણ રેલવે સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા. ગુડ્સ ટ્રેનના ડબ્બા હાઇડ્રોલિક જેકની મદદથી ઉંચા કર્યા હતા. ગેસ કટરથી પાટા કાપી વળી ગયેલા પાટાને સીધા કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરીને બપોરે 3.30 વાગ્યા સુધીમાં ડબ્બા ખસેડવાની કામગીરી પૂર્ણ કરીને રાત્રે 8 વાગ્યાથી પ્લેટફોર્મ નં-1 પર રેલ વ્યવહાર પુન: શરૂ કરી દેવાયો હતો.

મુંબઇ તરફ જતી ટ્રેનોને અન્ય પ્લેટફોર્મ પર ડાઈવર્ટ કરાઇ

દુર્ઘટના ટળી | ટ્રેકનું સમારકામ રાત્રે 8 વાગે પુન: શરૂ કરાયું

ઘટનાને પગલે બપોરે 3:30 કલાકે ડબ્બા દૂર કરીને ક્ષતિગ્રસ્ત ટ્રેકનું સમારકામ હાથ ધરાયું.

ડબ્બા ખસેડવા અને ટ્રેકની મરામત માટે અમદાવાદથી ખાસ ટીમ બોલાવાઇ

^ ડબ્બા ખડી પડતાં પ્લેટફોર્મ નંબર-1 પર આવતી ડબલ ડેકર, પશ્ચિમ એક્સપ્રેસ સહિત ટ્રેનોને પ્લેટ ફોર્મ નંબર-2, 3 પર ડાયવર્ટ કરાઈ હતી. જ્યારે પ્લેટફોર્મ નંબર-2, 3 પરનો ટ્રેન વ્યવહાર પ્લેટ ફોર્મ નંબર-6 પર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. પ્લેટફોર્મ નંબર-1 ઉપર ગુડ્સ ટ્રેનના ડબ્બા ખડી પડવાની બનેલી ઘટનાને પગલે મુસાફરોને કોઇને તકલિફ પડે તે માટે પ્લેટફોર્મ નંબર-1 અને 2 ના મુસાફરોને તેઓની ટ્રેનોની ક્યા પ્લેટફોર્મ પર આવશે તેની સતત સૂચના મૂકવામાં આવી હતી. ડબ્બા ખસેડવા અને ટ્રેકની મરામત માટે અમદાવાદથી ટીમને બોલાવી લેવામાં આવી હતી. > આશુતોષગંગલ, ડી.આર.એમ.

9 ડબ્બા ખડી પડ્યા

^સવારે 7:03 વાગે ગુડ્સ ટ્રેનના 9 ડબ્બા પ્લેટફોર્મ નં-1 પરથી ખડી પડ્યા બાદ યુદ્વના ધોરણે હાથ ધરાયેલી કામગીરીમાં અમદાવાદથી આવેલી ટીમે બપોરે 3.30 વાગ્યા સુધીમાં ડબ્બા ખસેડી લીધા હતા. ડબ્બા ખસેડ્યા બાદ ટ્રેકની મરામત હાથ ધરાઇ હતી. > ખેમરાજમીના, પીઆરઓ,રેલવે.

અન્ય સમાચારો પણ છે...