તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સૌથી વધુ કોમર્સ ફેકલ્ટીનાં 3,000 છાત્રો રજિસ્ટર્ડ થયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌથી વધુ કોમર્સ ફેકલ્ટીનાં 3,000 છાત્રો રજિસ્ટર્ડ થયાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
MSUમાં 14 બેઠકો માટે યોજાનાર સેનેટની ચૂંટણી: 12500 રજિસ્ટ્રેશન

સાયન્સ, આર્ટ્સ અને ટેક્નોલોજિમાં 2-2 હજાર રજિસ્ટર્ડ થયાં

MSUમાં8મી જાન્યુઆરીના રોજ યોજાનાર 14 રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની સેનેટની ચૂંટણીમાં અત્યાર સુધીમાં 12500 ગ્રેજ્યુએટ છાત્રોએ પોતાની ફેકલ્ટીમાંથી ડિગ્રી મેળવ્યા બાદ રજિસ્ટર્ડ કરાવ્યું છે. જોકે 9મીએ ફોર્મ અને ફી ભરવાનો અંતિમ દિવસ હોઇ આંકડામાં વધારો થશે.

વિદ્યાર્થી સંઘની ચૂંટણી બાદ MSUમાં આગામી 8 જાન્યુ.એ સેનેટની ચૂંટણી યોજાશે. જેમાં 14 રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ માટે યોજાનાર ચૂંટણીમાં હાલ ચાલતા ઓનલાઇન રજિસ્ટ્રેશન અને ફી ભરવાની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 12500 છાત્રોએ રજિસ્ટર્ડ કરાવ્યું છે. આવતી કાલે અંતિમ દિવસ હોઇ ઓનલાઇન રજિ. માટે અને ઓફલાઇન રૂપિયા 50ની ફી ભરવા માટે ભારે ભીડ જામે તેવી શકયતા યુનિ.ના સત્તાધીશો દ્વારા વ્યકત કરાઇ છે. સેનેટની ચૂંટણી પણ હવે પ્રતિષ્ઠાનો જંગ હોઇ કોંગ્રેસ અને ભાજપ-સંઘ પણ પોતાનાં ચૂંટણી જીતી શકે તેવા ઉમેદવારોને મેદાનમાં ઉતારીને વધુમાં વધુ બેઠકો અંકે કરવા મરણિયા પ્રયાસો હાથ ધર્યા છે. ચૂંટણી અંગે એડીઇ-ડેપ્યુટી રજિસ્ટ્રાર જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, આવતીકાલે રજિ.- ફી માટે છેલ્લો દિવસ છે. પછી ફાઇનલ આંકડો ખબર પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો