તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉઘરાણી થતાં યુવાનની છલાંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલમાંમકાન માટે 8 લાખની લોન લઇ મકાનને 14 લાખમાં વેચી વડોદરા રહેતા યુવાનના ઘરમાં બેંકવાળા ઉઘરાણીએ આવ્યા હતા. આથી તેઓને ડરાવવા યુવાને ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી. જેમાં તેના બંને પગમાં ફ્રેકચર થયું હતું.

માંજલપુર સાંઇ ચોકડી પાસે સત્ય ફ્લોરેન્સ એપાર્ટમેંટમાં રહેતા ભાગ્યેશ કડીયાનો પરિવાર હાલોલ રહેતો હતો. તેના પર અગાઉ ~11 લાખનું દેવું હતું. હાલોલમાં તેણે મકાન પર યુનિયન બેંકમાંથી 8 લાખની લોન લીધી હતી. જો કે લોન ચાલુ હોવા છતાં તેમણે બેંકની જાણ બહાર મકાન 14 લાખમાં વેચી દીધું હતું અને પોતાના પરિવારને લઇને વડોદરા માંજલપુર રહેવા ગયો હતો. તેનો પરિવાર માંજલપુર રહેતો હતો જયારે ભાગ્યેશ અમદાવાદ રહેતો હતો. ગત મંગળવારે સાંજે તે પોતાના ઘેર આવ્યો ત્યારે ઘરમાં યુનિયન બેંકના કર્મીને જોયા હતા. આથી તેઓને ડરાવવા તે ત્રીજા માળેથી કુદ્યો હતો. જેમાં બંને પગમાં ફ્રેકચર થયું હતું. માંજલપુર પોલીસે હાલોલ પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો