તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સ્કૂલ પરિસરમાં દેવળનું ચિત્ર દોરી નીચે અભદ્ર લખાણ લખતાં ઠપકાર્યો હતો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કૂલ પરિસરમાં દેવળનું ચિત્ર દોરી નીચે અભદ્ર લખાણ લખતાં ઠપકાર્યો હતો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફતેગંજની હિલ મેમોરિયલ સ્કૂલનાે વિદ્યાર્થી આચાર્યે ઠપકો આપતાં ગુમ

વિદ્યાર્થી સુરત ખાતે રહેતાં ફોઇના ઘરે પહોંચ્યો હોવાની માહિતી મ‌ળી

ફતેગંજનીહિલ મોમોરિયલ હાઇસ્કૂલનો ધો. 10નો વિદ્યાર્થી 15 વર્ષીય પાર્થ દિલીપભાઇ ચૌધરી બુધવારે મેથોડીસ્ટ બોઇઝ હોસ્ટેલમાંથી રહસ્યમય રીતે ગુમ થઇ જતાં સુપ્રિટેન્ડન્ટે તેના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાર્થીએ સ્કૂલ પરિસરમાં દેવળનું ચિત્ર દોરી નીચે અભદ્ર લખાણ લખ્યું હોઇ ઠપકો આપતા તે હોસ્ટેલમાંથી ભાગી ગયો હોવાનું પ્રિન્સીપાલે જણાવ્યું છે. બીજી તરફ વિદ્યાર્થી સુરત ખાતે રહેતા ફોઇના ઘરે પહોંચ્યો હોવાની વિગતો મળી છે.

પીઆઇ એ.વી. પરમારે જણાવ્યું હતું કે , વિદ્યાર્થી ટ્રેનમાં બેસી સુરત ખાતે રહેતા તેના ફોઇના ઘરે ગયો હોવાની માહિતી મળી છે.

હોસ્ટેલના સુપ્રિટેન્ડેન્ટ સ્મીતાબહેન મુથૈયાએ જણાવ્યું હતું કે, હોસ્ટેલમાં ધોરણ 1 થી 12ના 88 વિદ્યાર્થીઓ રહે છે. પાર્થ વ્યવસ્થાપક મંત્રી હતો. તેણે બિભત્સ લખાણ લખ્યુ હોવાનું જાણવા મળ્યુ છે. તેને કોઇએ માર માર્યો નથી.

હાઇસ્કૂલના પ્રિન્સિપાલ કિરિટ ડાભીએ જણાવ્યું હતું કે, બુધવારે પ્રાર્થના ચોકમાં સફેદ ચોકથી દેવળનું ચિત્ર અને બિભત્સ અપશબ્દો લખેલા જોવા મળ્યા હતાં. લખાણ પાર્થે લખ્યું હતું. જે બાબતે પાર્થને ઠપકો આપી તેની પાસે માફી પત્ર લખાવી લીધું હતું.

^ ચિત્ર કોણ દોર્યું છે તેવું પ્રિન્સીપાલે પૂછ્યું હતું. પાર્થે ચિત્ર દોર્યું હોવાથી પ્રિન્સીપાલે તેને માર માર્યો હતો. ત્યાર પછી તે ભાગી ગયો હતો. > જયંતખેમજી ભીલ, વિદ્યાર્થી

પાર્થના માસી જયશ્રીબહેને જણાવ્યું હતું કે, પાર્થનું અપહરણ થયું નથી અને તેનું કોઇ અપહરણ શા માટે કરેω પાર્થ હાઇસ્કૂલ અને હોસ્ટેલના વહિવટકર્તાઓના ત્રાસથી હાઇસ્કૂલ છોડીને જતો રહ્યો છે. હોસ્ટેલમાં રહેવાની સારી સુવિધા આપવામાં આવતી નથી. તો ઠીક હોસ્ટેલમાં વર્ષોથી રસોઇયો નથી. વિદ્યાર્થીઓ રસોઇ બનાવે છે અને વાસણો ઘસવા સહિતના કામ કરે છે. મારો ભત્રીજો પાર્થ ત્રાસથી જતો રહ્યો છે.

^ તેણે સવારે સ્કૂલમાં એક ચિત્ર દોર્યું હતું. પ્રિન્સીપાલે ઠપકો આપ્યો હતો. બપોરે અભ્યાસમાં આવ્યો ત્યાર પછી ખબર પડી કે તે ભાગી ગયો છે. > સુખરામભીલ, ધો.10નો વિદ્યાર્થી

પાર્થને માર્યો નથી : હોસ્ટેલ સુપ્રિટેન્ડેન્ટ

માફી પત્ર લખાવ્યું હતું: પ્રિન્સિપાલ

પ્રિન્સિપાલે પાર્થને માર માર્યો હતો

હોસ્ટેલ વહીવટકર્તાઓના ત્રાસથી ભાગી ગયો

બપોરે ખબર પડી કે તે ભાગી ગયો છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો