• Gujarati News
  • National
  • વાન ચાલકોને હાથો બનાવી શાળા સંચાલકો ડરાવતા હોવાનો આક્ષેપ

વાન ચાલકોને હાથો બનાવી શાળા સંચાલકો ડરાવતા હોવાનો આક્ષેપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલીઓને આંદોલન પૂર્ણ કરવા અપીલ કરી

ઉર્મી સ્કૂલ ના વાલીઓનો પણ ફી વધારા સામે વિરોધ

માંજલપુર અંબે સ્કૂલના વાલીઓ સંચાલકો પાસે ફી વધારો નહિ કરવામાં આવે તેની લેખીત બાંહેધરી તથા શાળામાં અન્ય સુવિધાઓનો અભાવ હોવાના મુદે શાળા સંચાલકો ને રજૂઆત પહેલા સ્કૂલ વર્ધીના વાન ચાલકો સાથે વિવાદ થઇ જતા મુખ્ય મુદો બાજુ પર રહી ગયો હતો અને ઘર્ષણની પરિસ્થિતી ઉભી થવા પામી હતી. વાન ચાલકોને આગળ ધરીને વાલીઓને ધમકીઓ આપી સમ્રગ વિવાદને અન્ય મુદા તરફ વાળવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપો પણ વાલીઓએ કર્યા હતા. અંબે સ્કૂલમાં રજૂઆત કરવા ગયેલા વાલી નયન પંડયાએ જણાવ્યુ હતુ કે આજે સ્કૂલ સંચાલકોએ અમારી સામે વાન ચાલક ભરવાડોને ઉભા કરી દીધા હતા. વાન ચાલકોએ સ્કૂલ સંચાલકોની તરફેળ કરીને અમારી સાથે ઝગડો શરૂ કરી દીધો હતો અને ગાળાગાળી કરીને વિવાદ ઉભો કર્યો હતો. અમે સ્કૂલમાં ફી વધારા સીવાય પણ જે પ્રાથમીક સુવિધાઓ નથી જેવી કે ગંદકી, પાણીની સમસ્યા, ટોયલેટમાં ગંદકી જેવી બાબતો અંગે રજૂઆતો કરવા ગયા હતા જોકે તે અગાઉ વિવાદ ઉભો કરીને ઇસ્યુને ડાયવર્ટ કરવાનો પ્રયાસ થયો હતો.

વાલીઓ-વાન ચાલકો વચ્ચે વિવાદ થતા પોલીસ બોલાવવી પડી

માંજલપુર અંબે વિધાલયના સંચાલકોને રજૂઆત કરવા ગયા હતા

શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ અંબે વિદ્યાલય ખાતે વાલીઓ દ્વારા શાળા સંચાલકોએ વાહન ચાલકોને આગળ કરતાં હોબાળો મચાવ્યો હતો.

^વાન ચાલકોએ સ્કૂલ મેનજમેન્ટ તરફથી બોલવાની શરૂઆત કરતાં વિવાદ થયો હતો ગાળા ગાળી કરીને અસભ્ય વર્તન કર્યુ હતુ. બાદમાં મેનમેન્ટ વાળાઓએ વાન ચાલકને પાછલા રસ્તેથી રવાના કરી દીધો હતો . જોકે વિવાદના પગલે પોલીસ આવી હતી જોકે બાદમાં સમાધન થયુ હતુ. > વિરલપટેલ, વાલી

પોલીસ આવી જતાં સમાધાન થઇ ગયુ

અંબે ગ્રુપ દ્વારા એક નિવેદનમાં જણાવ્યું હતુ કે છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા આંદોલનને ધ્યાનમાં રાખીને વાલીઓની લાગણીને માન આપીને શૈક્ષણિક વર્ષ 2017-18 માટે ફી વધારો મોકુફ રાખેલ છે. વાલીઓ અભ્યાસ કરાવવામાં ધ્યાન આપી શકે તે હેતુથી આંદોલન પૂર્ણ કરવા અપીલ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...