• Gujarati News
  • National
  • રાજપીપળા ખાતે 19મીએ ડી.જી.વણઝારા દ્વારા રેલી યોજવામાં આવશે

રાજપીપળા ખાતે 19મીએ ડી.જી.વણઝારા દ્વારા રેલી યોજવામાં આવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદામાં19મી માર્ચે ડી.જી વણઝારાની જંગી બાઈક રેલી અને જાહેર સન્માન કાર્યક્રમ સંદર્ભમાં રાજપીપલા હરસિધ્ધિ માતા પરિસરમાં જાહેર નાગરિક સન્માન સમિતિની એક બેઠક મળી હતી. જેમાં વડોદરાના નીરજ જૈને હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું.

આદિવાસી સમાજની બહુલ વસતિ ધરાવતાં નર્મદાના પાટનગર રાજપીપળામાં પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલ બાદ હવે પૂર્વ આઇપીએસ અધિકારી ડી.જી.વણઝારાની એન્ટ્રી થતાં 19મીએ હિંદુ સંગઠનોના ઉપક્રમે સન્માન, રેલીનો કાર્યક્રમ રખાયો છે.ઓયોજનઅંગે હરસિધ્ધિ માતાજીના મંદિરે બેઠક મળી હતી.

રાજપીપળામાં પૂર્વ આઇપીએસ અધિકારી ડી.જી. વણઝારાની રેલીના આયોજન અંગે હીંદુ સંગઠનોની બેઠક મળી હતી. તસવીર: પ્રવિણ પટવારી

હાર્દિક પટેલ બાદ હવે વણઝારાની એન્ટ્ર થતા રાજકારણમાં ગરમાવો આવ્યો

હરસિધ્ધિ માતાના મંદિરે આયોજન સંદર્ભમાં આગેવાનોની બેઠક મળી

અન્ય સમાચારો પણ છે...