• Gujarati News
  • National
  • વલસાડ હાઇવે પરથી રૂા. 3.96 લાખના દારૂ ઝડપાયો

વલસાડ હાઇવે પરથી રૂા. 3.96 લાખના દારૂ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડમાંદમણિયા દારૂની હેરફેર અટકાવવા પોલીસે મેદાને પડી છે, તેમ છતાં દારૂના વાહનો બે રોકટોક જઇ રહ્યા છે. આવી રીતે દારૂ ભરીને જતી એક ટ્રકને રૂરલ પોલીસ ઝડપી પાડી હતી. રૂરલ પોલીસે પારનેરા પારડી ખાતેથી એક ટ્રકને ઝડપી પાડી હતી. વલસાડ પોલીસને મળેલી બાતમી મુજબ પોલીસે હાઇવેે પર નાકાબંધી હાથ ધરી હતી. જેમાં તેમણે એક ટ્રક અટકાવી હતી. જેમાંથી તેમને રૂ. 3.96 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિક્રમ વસાવા અને જગદીશ વસાવા રહે અંકલેશ્વરની અટકાયત કરી હતી. જ્યારે ટીકુ નામનો વ્યક્તિ ફરાર થઇ ગયો હતો.

દારૂના જથ્થો વડોદરા તરફ જઇ રહ્યો હતો

પોલીસ દ્વારા ટ્રક સાથે બેની ધરપકડ કરાઈ

અન્ય સમાચારો પણ છે...