• Gujarati News
  • National
  • 227 પરીક્ષા કેન્દ્રોની બહાર મંડપ અને પાણીની સુવિધા

227 પરીક્ષા કેન્દ્રોની બહાર મંડપ અને પાણીની સુવિધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોર્ડ પરીક્ષામાં 5 કેન્દ્રો માટે વધુ બંદોબસ્તની માગણી

ધોરણ10 અને 12ની બોર્ડની પરીક્ષાનો તા.15મીથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે પરીક્ષા કેન્દ્રોની બહાર પાલિકા મંડપ બાંધવાની સાથોસાથ પીવાના પાણીની વ્યવસ્થા પૂરી પાડનાર છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આગામી બુધવારથી એસએસસી અને એચએસસીની પરીક્ષા લેનાર છે. જે અંતર્ગત વડોદરા શહેરની 227 બિલ્ડિંગમાં પરીક્ષા યોજાનાર છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેતાં પરીક્ષાર્થીઓને મૂકવા માટે તેમનાં પરિવારજનો-મિત્રો આવતાં હોય છે. ઉનાળાની ગરમીનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે પરીક્ષા કેન્દ્રોની બહાર ઉભા રહેતાં વાલીઓ માટે બેઠક વ્યવસ્થા થાય અને પીવાનું પાણી મળી રહે તે માટે પાલિકાએ બે વર્ષથી વ્યવસ્થા શરૂ કરી છે.

જે અન્વયે, વર્ષે પણ પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી તમામ પરીક્ષા કેન્દ્રોની બહાર ખુરશી,ટેબલ,મંડપની તેમજ પીવાના પાણીના જગ મૂકવા માટે પાલિકાના ફરાસખાનાના કોન્ટ્રાકટર પાસે તેમજ જો તે કામગીરી કરવામાં પહોંચી ના વળે તો અન્ય ફરાસખાનાના સંચાલકો પાસે કામગીરી કરાવવા મ્યુ.કમિશનરને સત્તા આપવા માટે સ્થાયી સમિતિમાં પુરવણી દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી અને તેને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય કે ગત વર્ષે પણ પાલિકા દ્વારા બોર્ડ પરીક્ષાના કેન્દ્રો બહાર મંડપ અને પાણીની સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષાર્થીઓના વાલીઓ બહાર પ્રતિક્ષા કરતા ઉભા રહેતા હોય છે . તેમને અગવડ પડે તે માટે પાલિકાએ મંડપ અને પાણીની સુવિધા કરી છે.

સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી

ડીઇઓ કચેરી દ્વારા જિલ્લા પોલીસને જાણ કરવામાં આવી

સંવેદનશીલ જણાતાં કેન્દ્રો માટે તંત્રનું આગોતરું આયોજન

અન્ય સમાચારો પણ છે...