તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભવરલાલનુ સોગંદનામુ : પીઆઇ પણ ધમેન્દ્રસિંહના ફલેટમાં રહે છે

ભવરલાલનુ સોગંદનામુ : પીઆઇ પણ ધમેન્દ્રસિંહના ફલેટમાં રહે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મેન્દ્રસિંહ વાઘેલાની હત્યાની ભવરલાલ ગોડે સોપારી આપી

પેટ્રોલપંપનામાલિક અને બિલ્ડર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની હત્યા કરવાની સોપારીની અરજીમાં ક્રાઇમ બ્રાન્ચે અણધારી ઝડપ બતાવી પેરેડાઇઝ કોમ્પલેક્ષ સ્થિત ઓફિસમાંથી શૂટર અશોક દૂબે સહિત 5 શખ્સોને પિસ્તોલ અને તમંચા સાથે ઝડપી પાડ્યા હતાં. પાંચેની પૂછતાછ કરતાં ટ્રાન્સપોર્ટર ભવરલાલ ગોડ અને તેના પુત્ર અમિતે સોપારી આપી હોવાની કેફિયત કરતા 4 કલાકમાં પિતા-પુત્રની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે 4 પિસ્તોલ, તમંચો સહિત 2.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

એસીપી ક્રાઇમ પિનાકીન પરમારે જણાવ્યું હતું કે, ફતેગંજ પેટ્રોલપંપના માલિક અને બિલ્ડર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ગત 14 સપ્ટેમ્બરે અશોક દૂબે નામનો શખ્સ શાર્પશૂટરોને હથિયાર સાથે તેની હત્યા કરવા આવ્યો હોવાની પોલીસ કમિશ્નર કચેરીમાં અરજી આપી હતી. શુક્રવારે રાત્રે 8:30 કલાકે અશોક દુબે તેના સાગરિતો સાથે સયાજીગંજ પેરેડાઇઝ કોમ્પલેક્ષની ઓફિસમાં કાવતરુ ઘડી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની હત્યા કરી તેની પાસેની કિમતી ચીજવસ્તુની લૂંટ કરવા નીકળશે તેવી બાતમી મળતાં દરોડો પાડ્યો હતો. 5 શખ્સો પાસેથી 4 પિસ્તોલ, એક તમંચો, 28 કારતૂસ અને 8 મોબાઇલ અને 3 મોબાઇલ મળી આવ્યા હતાં.

પૂછતાછમાં ટ્રાન્સપોર્ટર ભરવલાલ ગોડ અને તેના પુત્ર અમિતે સમાની જમીન બાબતે ધર્મેન્દ્રસિંહ સાથે તકરાર હોવાથી જાનથી મારી નાખવાની સોપારી આપી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. ટોળકી ઉત્તરપ્રદેશમાંથી પિસ્તોલો અને કારતૂસો લાવ્યા હતાં.

ગોડ સામે અગાઉ ગુનો નોંધાયો હતો

ધમેન્દ્રસિંહે પોલીસ

સાથે મળીને માર માર્યો

સમાની જમીનમાં ગત સપ્ટેમ્બર 2015માં ભવરલાલ ગોડ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. સ્વરાજ પાનેરીએ ફરિયાદ કરી હતી કે સમા ગામની એકજ જમીનને 3-3 વાર વેચવામાં આવી હતી. કેસમાં ભરવલાલ સહિત 11 આરોપીની સંડોવણી હતી. બબન -અશોક સામે ગુનો નોંધાયા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

ભવરલાલ સહિત 7ને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રીમાન્ડની માગણી કરાઇ હતી. 5 શખ્સોએ પોલીસે ગુપ્ત ભાગે કરંટ આપ્યો હોવાની મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆત કરી હતી તેમજ ધર્મેન્દ્રસિંહે પણ પોલીસની સાથે મળી છાતી પર લાતો મારી હોવાનો આક્ષેપ કર્યો હતો. મેજિસ્ટ્રેટે 5 જણને એસએસજીમાં જ્યારે િપતા- પુત્રને જેલમાં મોકલી આપ્યા છે.

હત્યાની સોપારી લેનાર 7ની પોલીસે ધરપકડ કરી હતી.

ગૂંચવાડાભર્યા સવાલો

}ધર્મેન્દ્રસિંહની અરજીમાં સમાની જમીન તેમજ ભવરલાલના નામનો ઉલ્લેખ કેમ નહિં?

} ધર્મન્દ્રસિંહના વિરૂદ્ધમાં અગાઉ અરજી થઇ ત્યારે પણ પોલીસની મિલીભગતના આક્ષેપો થયા હતા

} પ્રવીણ પટેલ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો તે ફરિયાદનું સ્ટેટસ શું છે? તે અંગે પણ પોલીસ કેમ અજાણ?

} હત્યાની સોપારી આપી હોય તે સમજાય, પણ લૂંટ કરવાની સોપારીની વાત સમજાતી નથી.

}મુનાફ કબજો કરવા ગયો તે જમીન કોની છે? તેનાથી પોલીસ 48 કલાક અજાણ, જ્યારે કેસમાં 4 કલાકમાં તો બધો ખુલાસો થઇ ગયો.

} અશોક દુબે હત્યા કરવા શુટરોને લઈને ફરી રહ્યો હોવાની વાઘેલાને કેવી રીતે ખબર પડી?

} પત્રકારોને સંબોધવા અધિકારીઓ વચ્ચે કેમ ખો અપાઈ?

કોની ધરપકડ કરાઇ

}અશોક રામચંદ્ર દુબે, કલ્યાણનગર સોસાયટી, તરસાલી

} હરીશ ઉર્ફે બબન રામજયમાલ યાદવ , રહે. ભરવાડ વાસ, ફતેગંજ

} અલ્પેશ મફત પટેલ , રહે. આલોક સોસાયટી, વાઘોડિયા રોડ

} સુભાષ બ્રિજલાલ જાટ , રહે. વૈકુંઠ-2 સોસાયટી, ન્યૂ વીઆઇપી રોડ

} શશીકાન્ત દયારામ યાદવ, રહે. વૃંદાવન સોસાયટી, રણોલી

} ભવરલાલ લક્ષ્મીનારાયણ ગોડ, રહે. આત્મરાજ સોસાયટી, નિઝામપુરા

} અમિત ભવરલાલ ગોડ , રહે. આત્મરાજ સોસાયટી, નિઝામપુરા

શૂટર સહિત 5 પાસેથી 4 પિસ્તોલ- 1 તમંચા અને 28 કારતૂસ કબજે કરાયાં

વાઘેલાની અરજીમાં ક્રાઇમ બ્રાન્ચની અણધારી ઝડપ : 7ની ધરપકડ

ટ્રાન્સપોર્ટર ભવરલાલે કોર્ટમાં કરેલા સોલંગદનામામાં જણાવ્યું હતું કે, ધર્મેન્દ્રસિંહ પોલીસ અધિકારીઓ મારફતે ખોટા ગુના દાખલ કરાવવા તેમજ બોગસ ફરિયાદની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. રાત્રે 12:30 વાગે પોલીસે તેમણુ બળજબરીથી નિવેદન લીધું હતું. ફરામજી કંપાઉન્ડની મિલકતમાં નિકુંજ કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ગુનો નોંધાવ્યા બાદ સીઆરપીસીની કલમ 169 નો રિપોર્ટ કરાયો હતો. ડીસીપી પીઆઇ વાઘેલા પણ ધર્મેન્દ્રસિંહના સગામાં છે અને તેના ફ્લેટમાં રહેતા હોઇ તેના સંબંધોનો પણ ઉપયોગ કરી ખોટી રીતે સંડોવી દીધા હોવાનું કહ્યું છે. ધમેન્દ્રસિંહે બબન યાદવ પર પણ હુમલો કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...