• Gujarati News
  • National
  • લૉ ફેકલ્ટીના પાંચ વર્ષના કોર્સમાં બાર કાઉન્સિલના એફિલેશન મુદ્દે રજૂઆત

લૉ ફેકલ્ટીના પાંચ વર્ષના કોર્સમાં બાર કાઉન્સિલના એફિલેશન મુદ્દે રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીનીલો ફેકલ્ટીમાં ચાલતા પાંચ વર્ષના બરોડા સ્કૂલ ઓફ લીગલ સ્ટડીમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માન્યતા પૂર્ણ થઇ છે અને હજી સુધી તેનું પુન: એફિલિએેશન લેવામાં આવ્યું હોવાના મુદ્દે આજે એબીવીપીના વિદ્યાર્થીઓએ યુનિ.ના વીસીને લેખિતમાં ફરિયાદ કરીને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું એફિલિએેશન ઝડપથી લેવામાં આવે તેવી માંગ કરી હતી.

લો ફેકલ્ટીમાં પાંચ વર્ષનો બરોડા સ્કૂલ ઓફ લીગલ સ્ટડીનો કોર્સ ચાલે છે. કોર્સમાં 550 જેટલાં વિદ્યાર્થીઓ ભણે છે. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણતાં હોવા છતાં પણ ફેકલ્ટી દ્વારા બરોડા કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કોર્સને લગતું કોઇ એફિલિએેશન લેવામાં આવ્યું નથી. જે એફિલિએશન લેવામાં આવ્યું હતું,તેની અવધિ પૂર્ણ થઇ ગઇ છે. જોકે તેને હજી સુધી રિન્યુ કરવામાં આવ્યું નથી. રિન્યુ કરવાના મુદ્દે ફેકલ્ટીના સત્તાધીશો જવાબદાર છે તેવી ફરિયાદ સાથે આજે એબીવીપીના નેતા અને લો ફેકલ્ટીના એફજીએસ અભિષેક પટેલ તથા એબીવીપીના નેતા શુભમ્ કોલે યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસ તથા રજિસ્ટ્રાર ડૉ.નીરજા જયસ્વાલને લેખિત રજૂઆત કરી હતી. તો બીજીબાજુ સત્તાધીશોએ કાઉન્સિલને એફિલિએશન અંગે પત્ર લખ્યા હતા, જોકે હજી સુધી કાઉન્સિલની ટીમ આવી નથી.

એફિલિએશન લેવા પત્ર લખ્યો છતાં ટીમ આવી નથીનો દાવો

કાઉન્સિલના નિયમોનું ફેકલ્ટીમાં પાલન થતું નથી : ABVP

અન્ય સમાચારો પણ છે...