તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગણપતિને પ્રસન્ન કરવા વૈવિધ્યસભર 51 પ્રકારના મોદક બજારમાં ઉપલબ્ધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણપતિને પ્રસન્ન કરવા વૈવિધ્યસભર 51 પ્રકારના મોદક બજારમાં ઉપલબ્ધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સર્વપ્રકારની પૂજામાં સૌ પ્રથમ પૂજનીય એવા દુંદાળા દેવ ગણેશજીને ભોજનમાં મોદક અતિ પ્રિય હોવાનું વર્ણન શાસ્ત્રોમાં કરાયેલું છે. એટલું નહીં ગણેશજીને નૈવેદ્ય અર્થાત્ પ્રસાદમાં પણ ગણેશ ભક્તો મોદક અર્પણ કરવાનો આગ્રહ રાખે છે.

હાલ ગણેશોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઇ રહી છે ત્યારે શહેરના મીઠાઇના એક વેપારીએ શ્રીજીને પ્રસન્ન કરવા માટે વૈવિધ્યસભર 51 પ્રકારના મોદક વેચાણ અર્થે મૂક્યા હોવાની વિગતો સાંપડી છે.

મોદક ગણેશજીની મનપસંદ વાનગી હોઇ ગણેશ ભક્તો પણ ગણેશોત્સવમાં શ્રીજીને પ્રસાદમાં મોદક ધરાવવાનો આગ્રહ રાખે છે. એટલે ગણેશોત્સવ દરમિયાન શહેરમાં મીઠાઇના વેપારીઓ દ્વારા માવામાંથી તેમજ ઘઉં અને ચણાના લોટમાંથી વિવિધ પ્રકારના મોદક બનાવી વેચાણ અર્થે મૂકવામાં આવે છે. વર્ષે શહેરના દાંડીયાબજાર વિસ્તારમાં આવેલી મીઠાઇની દુકાન સીએન બુમિયામાં વૈવિધ્યસભર 51 પ્રકારના મોદકની વેરાઇટીઝ બનાવી વેચાણ અર્થે મૂકવામાં આવી છે. જેમાં સૂકામેવામાંથી બનેલા મોદક, માવામાંથી બનેલા મોદક, વિવિધ ફ્લેવરમાંથી બનાવાયેલા મોદક, માવામાંથી બનાવાયેલા મોદક તેમજ પરંપરાગત મહારાષ્ટ્રીયન મોદકનો સમાવેશ થાય છે.

51 પ્રકારના મોદકની વેરાઇટીઝ નિહાળી ગણપતિજીના પ્રસાદ માટે મોદક ખરીદવા માટે આવતા ગ્રાહકો પણ બેઘડી આશ્ચર્યચકિત થઇ રહ્યા છે. એટલું નહીં મીઠાઇની દુકાનના સંચાલક નવલ બુમિયાએ જુદીજુદી સાઇઝના મોદકની ખરીદી માટે કોમ્બો પેકની ઓફર પણ ગ્રાહકો માટે લોંચ કરી છે. ગ્રાહકો કોમ્બો પેકમાં તમામ 51 પ્રકારના મોદક શ્રીજીને પ્રસાદ માટે અર્પણ કરવા માટે ખરીદવાનો લ્હાવો લઇ રહ્યા છે.

{ કાજુ મોદક

{ પિસ્તા મોદક

{ મલાઇ મોદક

{ રાજભોગ મોદક

{ ઇલાયચી મોદક

{ મહારાષ્ટ્રીયન મોદક

{ લાડુ-ચૂરમાના મોદક

{ સ્ટ્રોબેરી મોદક

{ ઓરેન્જ-મલાઇ મોદક

{ કોપરાના મોદક

{ મુખવાસ મોદક

{ રોઝ મોદક

મોદકની વેરાઇટીઝ કઇ-કઇ ?

ગણેશોત્સવમાં શ્રીજીને પ્રસાદ માટે ગણેશ ભક્તો મોદક ધરાવે છે. જેથી મીઠાઇની દુકાનોમાં હાલ અન્ય મીઠાઇની સાથે મોદક પણ ઉપલબ્ધ છે. પ્રસાદ માટે 50 ગ્રામના વજનથી લઇ 1.કિ.ગ્રા.સુધીના મોદક મીઠાઇના વેપારીઓ બનાવડાવે છે.

50 ગ્રામથી લઇ 1 કિ.ગ્રા.ના મોદક બનાવાયા

નૈવેદ્યમાં ગણેશ ભક્તો મોદક અર્પણ કરવાનો આગ્રહ રાખે છે

નવલ બુમિયાએ મોદકની ખરીદી માટે કોમ્બો પેકની ઓફર મૂકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો