તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શ્રીજી દર્શન માટે મુખ્યમંત્રી રૂપાણી શનિવારે શહેરમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રીજી દર્શન માટે મુખ્યમંત્રી રૂપાણી શનિવારે શહેરમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાશહેરમાં સતત 116 મા વર્ષે ગણેશોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઇ રહી છે. સોમવારથી 11 દિવસ માટે શહેરી જનો શ્રીજીની ભક્તિમાં લીન બનવા સાથે શહેર ગણેશમય બન્યું છે. દરમિયાન શનિવાર તા.10 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી વિજય રૂપાણી શ્રીજી દર્શન માટે શહેરની મુલાકાતે આવી રહ્યા હોઇ વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્રમાં ધમધમાટ જોવા મળ્યો છે.

ગુજરાતમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પદે હતા ત્યારથી ગણેશોત્સવ દરમિયાન દર્શનાર્થે આવવાની પરંપરા રહી છે. પરંપરા તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ચાલુ રાખ્યા બાદ નવનિયુક્ત મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વડોદરામાં ઉજવાતા ગણેશોત્સવમાં શ્રીજીનાં દર્શન માટે અાવવાનો ક્રમ જાળવી રાખવા શનિવારે શહેરની મુલકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રી રૂપાણી શનિવારે સાંજે 4 કલાકે શ્રીજી દર્શન માટે વડોદરા આવનાર હોવાની માહિતી સાંપડી છે. મુખ્યમંત્રી વડોદરાની મુલાકાત દરમિયાન અંદાજે 10 જેટલાં ગણેશ મંડળો દ્વારા સ્થપાયેલાં વિવિધ સ્વરૂપનાં શ્રીજીનાં દર્શન કરશે.

CM પૂ.રત્નસુંદર સૂરીશ્વરજીને મળશે

મુખ્યમંત્રીશનિવારે સાંજે 4.30 થી 5.15 દરમિયાન અને મોહન ભાગવત રવિવારે સવારે 10 કલાકે જૈનાચાર્ય પૂ.રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજ સાહેબને મળશે.

કયા સ્થળે કેટલા વાગે CM દર્શન કરશે

*છાણી ગામ યુવક મંડળ, છાણી :- સાંજે 6.30 કલાક

* ભાગ્યોદય યુવક મંડળ, ગોરવા :- સાંજે 7.00 કલાક

* જનકપુરી યુવક મંડળ, માંજલપુર :- રાત્રે 8.30 કલાક

* મનમોહન યુવક મંડળ, માંજલપુર :-રાત્રે 8.45 કલાક

* તાડફળિયા યુવક મંડળ, રાજમહેલ રોડ :- રાત્રે 9.00 કલાક

* આશીર્વાદ ગણેશ મંદિર, દાંડિયાબજાર :- રાત્રે 9.15 કલાક

* સત્યમ્-શિવમ્-સુંદરમ્, ફાયર બ્રિગેડ :- રાત્રે 9.30 કલાક

* શામળબેચરની પોળ, એમ.જી.રોડ :- રાત્રે 9.40 કલાક

* કાળુપુરા યુવક મંડળ, નવાબજાર :- રાત્રે 9.50 કલાક

* સૂર્યનગર યુવક મંડળ, વાઘોડિયા રોડ :- રાત્રે 10.10 કલાક

પોલીસ તંત્રમાં ધમધમાટ જોવા મળ્યો

CM 10 સ્થળોએ શ્રીજી દર્શન કરશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો