તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 98,972 જેટલા છાત્રોને તમાકુની ઘાતક અસરોની જાણકારી આપી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

98,972 જેટલા છાત્રોને તમાકુની ઘાતક અસરોની જાણકારી આપી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાજિલ્લા કલેકટરના અધ્યક્ષપદે કાર્યરત જિલ્લા ટોબેકો કંટ્રોલ સોસાયટીની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એમ.ટી.છારીએ જણાવ્યું હતું કે, વ્યસનની શરૂઆત બચપણ કે કિશોરાવસ્થામાં થતી હોવાથી તેને અટકાવવાની કાર્યવાહી પણ ઉંમરે થવી જોઇએ એટલે વડોદરા જિલ્લામાં સ્કૂલ અવેરનેસ પ્રોગ્રામ હેઠળ શૈક્ષણિક સંસ્થાઓને તમાકુ મુક્ત બનાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.છારીએ વધુમાં ઉમેર્યું હતું કે, વ્યસનથી મુક્ત રાખવા શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને તમાકુથી થતા નુકશાનની સચોટ માહિતી આપવામાં આવે છે. કાર્યક્રમ હેઠળ 235 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 98,972 જેટલા વિદ્યાર્થીઓને તમાકુની ઘાતક અસરોની જાણકારી આપવામાં આવી છે. ઉપરાંત 119 શાળાઓના આચાર્યો, 173 મેડિકલ ઓફિસર્સ, 392 આરોગ્ય કર્મચારીઓ, 1020 આશા બહેનો, 629 પંચાયત મંત્રીઓ, 73 તાલુકા-જિલ્લા પંચાયત સભ્યો, 732 સખી મંડળ સભ્યો, 991 આંગણવાડી કાર્યકર અને સુપરવાઇઝર બહેનોને તાલીમ અપાઇ છે. ફેઇથ ફાઉન્ડેશનના અનંત ક્રિશ્ચયને જણાવ્યું હતું કે, તમાકુના જીવલેણ વ્યસનથી બાળકો અને કિશોરોને મુક્ત રાખવાની ચિંતા સાથે જુવેનાઇલ જસ્ટીસ એક્ટમાં એક ખૂબ અગત્યની જોગવાઇ કરાઇ છે. જે અંતર્ગત 18 વર્ષથી ઓછી ઉંમરના કિશોરો-બાળકોને તમાકુ કે તેના ઉત્પાદનોનું વેચાણ કરનારા વિક્રેતાઓને, નાના કે મોટાના ભેદ વગર રૂા.1 લાખ સુધીનો દંડ અને 7 વર્ષ સુધીની જેલવાસની સજા થઇ શકે છે.

તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 હેઠળની જિલ્લાસ્તરની સંકલન સમિતિમાં શિક્ષણ સંસ્થાના પ્રતિનિધિ સભ્ય તરીકે શિક્ષક જગદીશભાઇ ડાભીયાની નિયુક્તિ થઇ છે. ચોરંદા ગામની કાનમ વિદ્યા મંદિર સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા તેમણે જણાવ્યું હતું કે, એક દિવસ ઉચ્ચતર માધ્યમિકના એક વિદ્યાર્થીએ તેમને પડીકી ધરી અને કહ્યું ‘‘લો સાહેબ ખાવ’’ પરંતુ વિદ્યાર્થીની ચેષ્ટાથી તેમનો અંતરાત્મા ખળભળી ઉઠ્યો. તેમણે લાગ્યું હતું કે, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પાન-પડીકી, બીડી-સિગારેટ કે તમાકુની લેવડ-દેવડનો વ્યવહાર સદંતર ઇચ્છનીય નથી.

વિદ્યાર્થીએ શિક્ષકને પડીકી ખાવાની ઓફર કરી

શૈક્ષણિક સંસ્થાઓને તમાકુ મુક્ત બનાવવાની ઝુંબેશ શરૂ

જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં અગત્યની જોગવાઇ છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો