તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • છાત્રાને રીફંડ નહીં મળતાં ભૂખ હડતાલનો નિર્ણય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છાત્રાને રીફંડ નહીં મળતાં ભૂખ હડતાલનો નિર્ણય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીનીફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં માસ્ટર ઓફ ડિઝાઇનની પ્રવેશ પરીક્ષા પાસ કર્યા બાદ ફી પેટે રૂપિયા 69180 રોકડા ભરનાર વિદ્યાર્થિનીને ફેકલ્ટીના સત્તાધીશોએ ઓછી સંખ્યાના લીધે કોર્સ બંધ કરીને બે મહિનાનો સમય વિતી ગયો છતાં પણ ફી પરત નહીં આપતાં ધક્કાં ખાઇને ત્રસ્ત થયેલી વિદ્યાર્થિનીએ ફી રીફંડ નહીં મળે તો યુનિ.ની હેડ ઓફીસ ખાતે ભૂખ હડતાલ પર બેસવાનો નિર્ણય કર્યો છે. નિર્ણયના પગલે યુનિ.ના વહીવટી વિભાગમાં ભારે હોબાળો મચી ગયો છે.

અંગેની પ્રાપ્ત થયેલી વિગોત અનુસાર યુનિ.ની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં માસ્ટર ઓફ ડિઝાઇનનો કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો. જેની પ્રવેશ પરીક્ષા 15મી જૂનના રોજ લેવાઇ હતી. જેમાં શહેરના છાણી વિસ્તારમાં રહેતી સૃષ્ટી પાઠક નામની વિદ્યાર્થિનીએ પ્રવેશ પરીક્ષા પાસ કર્યા બાદ રૂપિયા 69180ની રોકડા ફી ભરી હતી. ફી ભર્યા વિદ્યાર્થિની સૃષ્ટીને વિદ્યાર્થિનીની સંખ્યા નહીં થતાં ઇ-મેલ પર જાણ કરીને ફી રીફંડ આપવા માટે ગત તારીખ 30મી જુલાઇના રોજ જાણ કરાઇ હતી. બાદ વિદ્યાર્થિનીએ પૂરતા ડોક્યુમેન્ટ ફેકલ્ટીમાં આપ્યા બાદ ફી કેટલા દિવસમાં રીફંડ મળશે તેની માહિતી માંગતા વહેલી તકે થઇ જશે તેવું જણાવ્યું હતું. જેની સામે વિદ્યાર્થિનીએ વારંવાર ટેલીફોન દ્વારા અને રૂબરૂ ધક્કા ખાઇને ફીનું રીફંડ માંગતા ફેકલ્ટીના સત્તાધીશો સંતોષકારક અને નક્કર કોઇ જવાબ આપી શક્યા નહોતા. આખરે કંટાળીને વિદ્યાર્થિની સૃષ્ટી પાઠકે 14મી સપ્ટેમ્બર સુધીમાં પોતાની રૂપિયા 69180ની ફી પરત નહીં મળે તો 15મીએ યુનિ.ની હેડ ઓફીસની બહાર ભૂખ હડતાલ પર બેસવાનો નિર્ણય કરીને તે સંદર્ભે ખુદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વીસી પ્રો. પરિમલ વ્યાસને લેખિત રજૂઆત કરી છે.

વિદ્યાર્થિની ફીના રીફંડ મળવાને કારણે ભૂખ હડતાલ પર બેસવાના નિર્ણયના પગલે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના શૈક્ષણિક અને વહીવટી વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. તદઉપરાંત વિદ્યાર્થીઓમાં ફી પરત આપવા અંગે ચર્ચાનો વિષય બન્યો છે.

મારા પિતા યુનિ.ના કર્મચારી છે

મારાપિતા મ.સ.યુનિવર્સિટીના એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીમાં ફરજ બજાવે છે તેવું યુનિ.ના વહીવટી વિભાગના લોકો જાણે છે, છતાં પણ મારી રૂપિયા 69180ની ફી રીફંડ લેવા માટે બે મહિનાથી વધુનો સમયની રાહ જોવી પડી છે. તો પછી સામાન્ય વિદ્યાર્થિની તો શું હાલત થતી હશે આટલી માતબર રકમ પર તો યુનિ.એ ખરેખર વ્યાજ ચૂકવવું જોઇએ. મે મારી ઓળખ પણ કયાંય આપી નથી. જો હવે મને ફી નહીં મળે તો હું ભૂખ હડતાલ કરીશ.

-સૃષ્ટી પાઠક, પીડિત વિદ્યાર્થિની.

વિદ્યાર્થિનીએ ~69180 રોકડા ફી ભરી હતી

યુનિ.ના સત્તાધીશો ફી લેવાનું જાણે છે?

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો