તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સ્નાન કરતી મહિલાનું ધાબા પરથી શૂટિંગ કરતો વિદ્યાર્થી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્નાન કરતી મહિલાનું ધાબા પરથી શૂટિંગ કરતો વિદ્યાર્થી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજવારોડની એક કોલોનીમાં રહેતી 28 વર્ષીય મહિલા ગત બુધવારે રાત્રે બાથરૂમમાં નહાવા ગઇ હતી. દરમિયાન નજીકમાં રહેતો 17 વર્ષીય કોલેજીયન વિદ્યાર્થી તેના ઘરના ધાબા પર બેઠો હતો. તેણે મોબાઇલને દોરી વડે બાંધી પાડોશમાં રહેતી મહિલાના બાથરૂમનું ક્લીપીંગ ઉતારવા મોબાઇલ લટકાવ્યો હતો. બાથરૂમની બારી બહાર કોઇ ચીજવસ્તુ હોવાનું જણાતા મહિલા ચોંકી હતી પરંતુ વિદ્યાર્થીએ મોબાઇલ ખેંચી લીધા બાદ ફરી લટકાવ્યો હતો.

મહિલાને મોબાઇલ હોવાની ખાતરી થતાં તેણે પતિને જાણ કરી હતી. જેના પગલે પતિ ધાબા પર દોડી ગયો હતો. જ્યાં નજીકના ધાબા પર બેઠેલો છાત્ર ઘરમાં જતાં તેની પૂછતાછ કરતાં તેણે ક્લીપીંગને મોબાઇલમાંથી ડીલીટ કરી નાખી હતી. મહિલાએ સગીર વિદ્યાર્થી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પતિને જાણ કરતાં ક્લિપિંગ ડીલીટ કરી

દોરીની મદદથી મોબાઇલ લટકાવ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો