તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હરીશ કાળેએ ફરાસખાનાનું બિલ મૂક્યું હતું તેનું અસ્તિત્વ હતું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરીશ કાળેએ ફરાસખાનાનું બિલ મૂક્યું હતું તેનું અસ્તિત્વ હતું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લારમત ગમત પ્રશિક્ષણ કચેરીના સિનીયર કોચ હરિશ કાળે સામે એસીબીએ કરેલી તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવી હતી કે હરિશ કાળેએ જે બિલો રજુ કરીને લાખો રુપીયા ઓળવી લીધા હતા, તે બોગસ છે. હરિશ કાળેએ પાવીજેતપુરના કૈલાશ ફરાસ ખાનાના બે બોગસ બિલો બનાવીને 4.20 લાખ રુપીયા લઇ લીધા હતા. એસીબીએ બિલોની તપાસ કરી તો જયાં ફરાસખાનાનું સરનામું બતાવાયું છે તે સ્થળે કૈલાસ પ્રિન્ટીગ પ્રેસ નામની દુકાન આવેલી છે અને કૈલાશ ફરાસખાનાનું કોઇ અસ્તિત્વ હતું.

તત્કાલીન સિનિયર કોચ હરીશ નામદેવ કાળેએ 1-06-12થી 3-1012 સુધીના ગાળામાં સત્તાનો દુરપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરી 27 લાખ કરતાં વધુ રકમ પોતાના અંગત હિતમાં વાપરી હતી. તેમણે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને સી.એન. બક્ષી સાર્વજનિક વિદ્યાલય, જબુગામ, શ્રી આદિવાસી માધ્યમિક શાળા, ભેંસાવહી અને શ્રી તીરંદાજી એકેડમી, નસવાડીનાં બોગસ લેટર પેડ, બિલો, પહોંચ, ભાવપત્રકો તેમજ બોગસ સિક્કા બનાવ્યા હતા. ઉપરાંત તેઓએ શાળાના આચાર્ય-પ્રમુખના નામની બોગસ સહીઓ કરી હતી.

બે મકાન ઉપરાંત સંપત્તિની તપાસ

બોગસ બિલો રજૂ કરીને ગ્રાન્ટના પૈસા ચાંઉ કરાયા

હરિશ કાળેએ રમત ગમત અંગેનો 21 દિવસનો નિવાસી કેમ્પ ફકત કાગળ પર દર્શાવ્યો હતો અને ખોટા બિલ અને વાઉચર બતાવી તે જે માલિકો વતી સહિ કરી 38,12,500 રૂપિયાનો ઓન પેપર પર ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેથી બાબતે એસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને તેમાં ખોટા બિલ, વાઉચરો, ખોટા સિક્કા વડે લાખો રૂપિયા ચાંઉ કરી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આમ, રમતગમત માટેનો નિવાસી કેમ્પ ફક્ત કાગળો પર દર્શાવવામાં આવ્યો હતો.

વડોદરા ગ્રામ્ય એસીબી પી.આઇ. ડી.આર. ભાટિયાની તપાસમાં બહાર આવ્યું હતું કે હરીશ કાળે ન્યૂ સમા રોડ પર ભાદરણનગરમાં બીજું મકાન છે.એસીબીએ કાળેના બેંક ખાતા ઉપરાંત લોકર્સ અને સ્થાવર જંગમ મિલકત વગેરેની તપાસ શરૂ કરી હતી.

ગત તા.20-1-2016ના રોજ વલસાડ જિલ્લા રમત-ગમત વિભાગના કોચ જહાંગીર પઠાણે વડોદરા જિ.રમત-ગમતના તત્કાલીન સિનિયર કોચ હરીશ કાળે સામે રાજ્ય સરકારમાં અરજી કરી હતી. જેની તપાસ વડોદરા એસીબીને સોંપાઇ હતી. માસથી તપાસ ચાલી રહી છે.

6 મહિનાથી તપાસ ચાલતી હતી

નિવાસી કેમ્પ ફકત કાગળો પર દર્શાવાયો

એસીબીની તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો