તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રખડતા ઢોર પકડવાની કામગીરી અસરકારક હોવાની પોકળ વાતો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રખડતા ઢોર પકડવાની કામગીરી અસરકારક હોવાની પોકળ વાતો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાંરખડતા ઢોર પકડવાની કામગીરી અસરકારક કરતાં હોવાની સેવાસદનની વાતો પોકળ હોવાનું જણાય છે. એક બાજુ રાઉન્ડ ક્લોક કામ કરવા કવાયતની જાહેરાત કરાય છે ત્યારે બીજી બાજુ પકડાયેલાં ઢોરને રાખવા પૂરતી જગ્યા નથી. ત્રણ ડબ્બા પૈકી એક ઢોર ડબ્બાનો એક ભાગ કાર્યરત છે. જેમાં માત્ર 150 ઢોર રાખી શકાય છે.

સેવાસદન દ્વારા જન્માષ્ટમીથી પંદર દિવસ સુધી રખડતાં ઢોર પકડવાની કામગીરી બંધ કરી હતી. જે કામગીરી શહેરમાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા બાદ સફાળા જાગેલા તંત્રે ફરી શરૂ કરી છે. શહેરમાં અંદાજે 500થી 600 ગાયો નજરે પડે છે.જે પૈકી ગણીગાંઠી ગાયો પકડી શકે છે. જેને સાત દિવસ રાખવાની હોય છે. પરંતુ તેમની પાસે યોગ્ય સુવિધાનો અભાવ જણાય છે.

બુધવાર | પકડાયાં33 છોડાયાં 1, દંડ 2700

ગુરુવાર| પકડાયાં18, છોડ્યા 5,દંડ 13006

ત્રણ ઢોર ડબ્બા પૈકી એક ઢોર ડબ્બાનો એક ભાગ કાર્યરત

સેવાસદન પાસે માત્ર 150 ઢોરોને રાખવા માટેની જગ્યા છે

2 દિ’માં પકડાયાં

બચાવેલા ઢોરો

વડોદરા શહેરમાં ઢોર રાખવાનો ડબ્બો માત્ર પ્રતાપનગર ખાતે મોટો છે. જ્યારે શહેરના બે ઢોર ડબ્બા બંધ હાલતમાં જોવા મળે છે.

ઢોરોની સમસ્યા અંગે બીજી વાર રિવ્યૂ બેઠક

શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે અને નાગરિકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે મેયર ભરત ડાંગરે ઢોરપાર્ટીની કામગીરીનું રિવ્યૂ કરવા માટે અઠવાડિયામાં બીજી વખત બેઠક બોલાવી હતી. બેઠકમાં મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવ સહિત ચારેય ઝોનના લીડર હાજર રહ્યા હતા. મેયરે કેટલાં ઢોર પકડાયાં સહિતની વિગતો મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો