તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પારૂલના વિદ્યાર્થીની આપઘાતની ચિઠ્ઠીથી દોડધામ

પારૂલના વિદ્યાર્થીની આપઘાતની ચિઠ્ઠીથી દોડધામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારૂલયુનિવર્સિટીના વિદ્યાર્થીએ ગરીબીથી કંટાળી જઇ હું આજે અાત્મહત્યા કરું છું તેવી ચિઠ્ઠી લખી ઘરેથી નીકળી જતાં પરિવાજનોમાં દોડધામ મચી ગઇ હતી. માતા-પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી કરી સઘન શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન સાતેક કલાક બાદ વિદ્યાર્થીએ ઘરે કોલ કરી પોતે અમદવાદ છે અને ઘરે પરત ફરી રહ્યો છે તેમ જણાવતા પરિવારજનોને હાશકારો થયો હતો.

શહેરના અકોટા વિસ્તારમાં રહેતો અને પારૂલ યુનિર્સિટીમાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો યુવક બુધવારે સવારે 8:15 વાગ્યાના સુમારે ઘરેથી કોલેજ જવા માટે નીકળ્યો હતો. કોલેજ જતાં પૂર્વે તેણે મામાના ઘરે મરાઠીમાં હાથે લખેલી ચિઠ્ઠી મૂકીને ગયો હતો. ચિઠ્ઠીમાં માતા-પિતાને માફી માગી આજે આત્મહત્યા કરવાનો છે. તેની પાછળનું કારણ બીજી કાંઇ નહિ પણ આપણી ગરીબી સહન નહિ થતી હોવાનું જણાવ્યું છે.

ઉપરાંત માતા પિતાના ઝઘડા અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. મને માફ કરજો, મારા ગયા પછી તમે બંને ઝઘડો કરશો, તમને મારા સોગંધ છે. પપ્પા તમે મને જે લાડ લડાવ્યો છે તેને ક્યારે ભુલી શકું નહિ અને મમ્મી તને પણ મારાથી ત્રાસ થાય નહિ . તમારો લાડલો લખી તેના નામ સાથે સહિ પણ કરી હતી.

પુત્રની ચિઠ્ઠી મળતા માતા-પિતાના શ્વાસ અધ્ધર થઇ ગયા હતાં. પરિવારજનોએ પુત્રની રેલવે સ્ટેશન, એસટી ડેપો, દવાખાના, મોલ, સગા સંબંધીઓના ઘર સહિતના સ્થળે શોધખોળ કરી હતી. સોશિયલ મીડિયા પર પણ તેની વિગતો મૂકી દેવાઇ હતી. બીજી બાજુ પિતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં પુત્રના ગુમ થયા અંગેની જાણ પણ કરી હતી. જોકે, અંદાજે સાતેક કલાક બાદ પુત્રે કોલ કરી પોતે અમદાવાદ હોવાની જાણ કરી હતી અને પરત વડોદરા આવી રહ્યો છે તેમ પણ કહ્યું હોવાનું તેની માતાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...