તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિ.ના ગરબાની પરવાનગી ઘોંચમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિ.નીફેકલ્ટી ઓફ લો દ્વારા રાત્રી બિફોર નવરાત્રીનું આયોજન આગામી તા.29ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ તથા યુનિ.ની પરવાનગી વિદ્યાર્થીઓને મળી હતી. પરંતુ ત્યારબાદ યુનિ. દ્વારા અન્ય એક પત્ર પાઠવવામાં આવ્યો છે જેમાં આઠ મુદ્દા લખવામાં આવ્યા હતા. જેમાં એક મુદ્દો એવો હતો કે પરવાનગી દબાણ હેઠળ અપાઇ રહી છે. ત્યારે દબાણ હેઠળ અપાઇ રહી છે તેવા શબ્દના મહત્વને સમજનારા લો ફેકલ્ટીના જી.એસ તથા એફ.આર મુદ્દે પ્રશ્નો સાથે હેડ ઓફિસ ખાતે રજીસ્ટ્રારને મળ્યા હતા.

પ્રશ્ન સાથે સોમવારે સાંજે યુનિ. હેડ ઓફીસ ખાતે પહોંચેલા કાયદાના વિદ્યાર્થીઓ સાથે રજીસ્ટ્રારે વાત કરતાં જણાવ્યું હતું કે આવા ગ્રાઉન્ડની મેન્ટેનેન્સ કોસ્ટ વધી રહી છે. બાબતે યુનિ. એન્જીનીયર દ્વારા તમને પરમીશન અપાય તો તે અને અપાય તો તે યોગ્ય હશે. જ્યારે ફેકલ્ટી જી.એસ તથા એફ.આરે જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડમાં ઘણી વખત મોટું ઘાસ થઇ જાય છે. ઘાસ અમેજ કાપીએ છીએ. ત્યારે યુનિ.ને કઇ મેન્ટેનેન્સ કોસ્ટ ગ્રાઉન્ડમાં આવે છે તે સમજાતું નથી. ગ્રાઉન્ડમાં અન્ય ઘણી ઇવેન્ટ્સ થાય છે ત્યારે અમને આવો પત્ર કેમ લખવામાં આવ્યો છે તે બાબતે અમે યુનિ.સત્તાધિશોને ફરી મળીશું અને ગરબા કરીશું.

અન્ય સમાચારો પણ છે...